Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુના ૩૧ દિવસમાં ૮૬ કેસો નોંધાયા

ટાઈફોઈડના નવા વર્ષમાં હજુ સુધી ૧૯૨ કેસ સપાટીએ
અમદાવાદ,  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં જાન્યુઆરી મહિનામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. તીવ્ર ઠંડીની લહેર વચ્ચે જાન્યુઆરી મહિનામાં ડેન્ગ્યુના ૮૬ કેસો સપાટી પર આવ્યા છે. જ્યારે સાદા મલેરિયાના કેસો ઉપર બ્રેક મુકાઈ છે. બીજીબાજુ ઝાડા-ઉલ્ટીના જાન્યુઆરી માર્સમાં ૩૮૭ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૧૯૧ કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેસ્ટ, ક્લોરિન નીલ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે.

ચાલુ માસ દરમિયાન ૧૨૪૨૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જ બેક્ટેરીયોલોજીકલ તપાસ માટે ૪૪૩ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં અનફિટ રહેલા પાણીના સેમ્પલ સંખ્યા સાત રહી છે. રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો હતો અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોગને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૮૩૩ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે. જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ૧૨૦૯૬૯ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા

જેની સામે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૯૦૮૧૩ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન લીધેલા ૨૭૮૬ સિરમ સેમ્પલોની સામે ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૯૦૬ સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ચાલુ માસ દરમિયાન પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા ૧૪ નોંધાઈ છે. ક્લોરિન ગોળીઓનુ વિતરણ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.