Western Times News

Gujarati News

અમદાવાદમાં તસ્કરોનો તરખાટઃ 4 વિસ્તારમાં ચોરીના બનાવ

શાહપુરમાં ચોર પકડાતાં રહી ગયો : સોલા રાણીપ અમરાઈવાડીમા પણ ચોરીની ઘટના સાથે આવી

અમદાવાદ:  શહેરમાં ચોરોને તરખાટ મચાવ્યો છે ચારેતરફ ચોરીની ઘટના બતના વેપારીઓ અને સામાન્ય નગારીકો ત્રસ્ત થઈ ગયા છે જ્યારે આરોપીઓ ખૂલ્લે આમ ફરી રહ્યા છે અંધાધૂંધ ભરી આ પરીસ્થિતિમાં  એક જ દિવસમાં ચાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે આ ચારેય ચોરીઓ શાહપુર સોલા રાણીપ અને અમરાઈવાડીમાં બની હતી.

શાહપુરમાં રૂસ્તમઅલીનાં ઢાળ ખાતે રહેતા મુકેશભાઈ પરમારે ફરીયાદ નોધાવી હતી કે સોમવારે મોડી રાત્રે તે પરીવાર સાથે પોતાના ઘરે સુતા હતા મધરાતે આખ ખુલતાં તેમના પલગ પાસે કોઈ ઈસમ ઉભો હોવાનું જણાતા તે ગભરાયા હતા અને બુમાબુમ કરી મુકતા આજાણ્યા ઈસમ હતા જેને પકડવા પરીવારના સભ્યો તથા આસપાસના લોકો ભાગ્યા હતા જા કે અંધારામા લાભ લઈ આશરે પાત્રીસ વર્ષનો ચોર ગાયબ થઈ ગયો હતો

પરત આવીને તપાસતા મુકેશભાઈ પોતાનો ફોન તથા અન્ય વસ્તુઓ ચોરી થઈ હોવાનું જણાવ્યુ હતુ.
સોલા પોલીસ હદમા આવતા ચાંદલોડીયાના આર્યભટ્ટે એપાર્ટમેન્ટ રહેતા જયદીપ સુથાર અને તેમના પત્ની સોમવારે ઘરે હાજર હતા અને પત્ની ખુશ્બુ નાહવા ગઈ એ સમયે કામ કરવા આવતી ખુશ્મા રાવલ નામની યુવતીઓ મગળસુત્ર તથા બુટ્ટીની ચોરી કરી હોવાની ફરીયાદ તેમણે નોધાવી છે.

જયેશભાઈ કડીયા ગીતા એપાર્ટમેન્ટ રાણીપ ખાતે રહે છે બાવન વર્ષીય જયેશભાઈ પુત્ર તથા પત્ની સામાજીક પ્રસગમા હાજરી આપવા બહાર ગામ ગયા હતા અને પોતે નોકરીએ ગયા એ સમય દરમિયાન ધોળે દિવસે તસ્કરોએ તેના ઘરના રૂપિયા ૯૧,૦૦૦ કિમતના દાગીના તથા રોકડની ચોરી કરી હતી જેની તપાસ રાણીપ પોલીસ ચલાવી રહી છે.

જ્યારે અમરાઈવાડીના સ્વસ્તીક ચાર રસ્તા પાસે આશાપુરીનગરમાં આવેલા જીમ સાધનો બનાવવાના કારખાનાના પતરા તોડી ચોર અંદર ઘૂસ્યા હતા તથા એંદર પડેલો સામાન ચોરી રફુચક્કર થતા અમરાઈવાડી પોલીસે તપાસ હાત ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.