અમદાવાદમાં તા.૨૪ મી ફેબ્રુઆરીના રોજની વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા જાહેર કરાઈ

અમદાવાદ શહેરમાં નવનિર્મિત મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે પધારનાર હોઈ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮;૦૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની એકત્રિત થનાર છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા દ્વારા ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રોકાયેલા વાહનો તેમજ ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવરને આ જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાના આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા ખાસ/ સંયુક્ત /અધિક પોલીસ કમિશનરશ્રી ના દરજજા થી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી /કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે તેમ પોલીસ કમિશનરશ્રીઅમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયુ છે.