અમદાવાદમાં દર એક મિનિટે ત્રણ નાગરિકો દંડ ભરે છે
અમદાવાદ: ટીમોની ૧૦ કલાકની ડ્રાઈવમાં શહેરમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિ માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન કરવાના કારણે દંડાય છે. અમદાવાદના લોકોએ આ ગુનામાં ૧લી જુલાઈથી દર એક મિનિટે ૬૭૭ રૂપિયા દંડ ચૂકવ્યો છે. છસ્ઝ્રના સોલિડ વેસ્ટ વિભાગે ૧૫૧ ટીમો બનાવી હતી, જે દિવસમાં ૧૦ કલાક માટે દંડ વસૂલતી હોય છે. અધિકારીએ જણાવ્યું કે, માસ્ક ન પહેરવાના કારણે સૌથી વધારે દંડ વેસ્ટ ઝોનમાંથી વસૂલ કરવામાં આવ્યો,
જ્યારે ઈસ્ટ ઝોનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન કરવાના કારણે સૌથી વધુ લોકો દંડાયા હતા. અધિકારી મુજબ, જ્યારે તેની એકદમ વિરુદ્ધ સેન્ટ્રલ ઝોન જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર અને અસારવા જેવા વિસ્તારોમાં શરૂઆતના મહિનાઓમાં કોરોનાના સૌથી વધારે કેસ જોવા મળ્યા હતા, ત્યાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જાેેવા મળે છે. દુકાનદારો એક સમયે બેથી વધારે ગ્રાહકોને અનુમતિ નથી આપતા. જ્યારે પશ્ચિમમાં ત્રણ-ચાર ગ્રાહકો એકસાથે લાઈનમાં ઊભેલા જોવા મળતા હોય છે.
સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાં છેલ્લા ૧૦ દિવસોમાં ૫.૩૨ લાખ દંડ વસૂલાયો છે, જે કુલ દંડના ૧૩ ટકા થાય છે. પાનના ગલ્લાના નિયમ તોડવા મામલે નોર્થ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. શહેરમાં ૮૫ પાનના ગલ્લાઓને સીલ કરાયા છે તેમાંથી ૩૧ આ વિસ્તારના છે. જ્યારે વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાંથી ૫૦ ટકા એટલે કે ૪૦.૬૫ લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો છે. છસ્ઝ્રના અધિકારીએ જણાવ્યું કે, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જાેવા મળ્યો છે. આ પાછળનું કારણ તેમનું માસ્ક ન પહેરવું હોઈ શકે છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર સોલંકીએ જણાવ્યું કે વધારે શિક્ષિત લોકોની સામે ઓછા શિક્ષિત લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કરી રહ્યા છે. સેન્ટ્રલ અને સાઉથ ઝોનના લોકો સમજ્યા છે કે કોરોનાથી બચવાનુ સૌથી મોટું સાધન માસ્ક પહેરવું છે આ કારણે જ ત્યાં માસ્ક ન પહેરવાના કારણે ઓછો દંડ વસૂલાયો છે.