Western Times News

Gujarati News

અમદાવાદમાં દર કલાકે બે અકસ્માત સામે એકનું મોત

File

નવેમ્બરના ત્રીજા રવિવારે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં કાર્યક્રમો થાય છેઃ જાગૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય
અમદાવાદ,  વર્ષ ૨૦૧૯ના પ્રથમ ૩૧૩ દિવસના ગાળામાં અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતના કારણે ૩૫૪ લોકોના મોત થઇ ચુક્યા છે. ફેટલ અકસ્માત અને વિસ્તારમાં વ†ાપુર, સોલા, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, નવરંગપુરા ગુજરાત યુનિવર્સિટીને ગણવામાં આવે છે. શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા નોંધવામાં આવેલા અકસ્માતોમાં ફેટલમાં ૩૫૪, ગંભીરમાં ૪૫૭ અને અન્યમાં ૩૮૧ પૈકી કુલ ૧૧૯૨ બનાવો નોંધાયા છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૧૦૭ લોકોના મોત થયા છે. માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે આયોજિત કાર્યક્રમ દર વર્ષે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં રહે છે. આ દિવસે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની Âસ્થતિના સંદર્ભમાં જાગૃત્તિ જગાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં અમદાવાદ શહેરમાં ૨૮૯ ફેટલ અકસ્માતો રહ્યા હતા જેથી તેમાં ૨૨.૫ ટકાનો વધારો નોંધાઈ ચુક્યો છે. એકંદરે અકસ્માતોની સંખ્યા ગયા વર્ષે ૧૪૮૦ હતી જેની સામે ઘટીને ૧૧૯૨ થઇ છે પરંતુ ફેટાલિટી રેટ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધી ગયો છે. આ વર્ષે આંકડો વધ્યો છે.

દિવસમાં એક મોતની દ્રષ્ટિએ આંકડા નોંધાઈ રહ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં દરેક કલાકમાં બે અકસ્માતો નોંધાઈ રહ્યા છે. અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં જુદા જુદા કારણોસર અકસ્માતો થતાં રહે છે. ઇએમઆરઆઈ ૧૦૮ દ્વારા નોંધવામાં આવેલા રોડ ટ્રાફિક અકસ્માતોના કેસની વાત કરવામાં આવે તો ઓક્ટોબર ૨૦૧૯ સુધી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહત્તમ કોલ મળ્યા છે. બોડકદેવમાંથી ૫૨૬ અને પ્રહલાદનગરમાંથી ૪૮૧ કોલ મળી ચુક્યા છે.

આની સાથે જ કોલ રેટ પણ દર કલાકમાં એક અથવા બે કોલ રહે છે. આંકડા પર નજર કરવામાં આવે તો ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, ખોખરા, રામોલ, વટવા, મણિનગર અને ઇસનપુરમાં ૭૯ ફેટલ અકસ્માતો થયા છે જ્યારે વ†ાપુર, સોલા, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ વિસ્તારમાં ૪૭ ફેટલ અકસ્માતો નોંધાયા છે. ગોમતીપુર, બાપુનગર, રખિયાલમાં પણ આંકડો ઉંચો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં માર્ગ અકસ્માતોને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે જે ચોંકાવનારા રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.