અમદાવાદમાં દિનેશ હોલ ખાતે હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું
અમદાવાદ, સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને અને હમ દિલ દે ચુકે સનમ ફેમ પ્લેબેક સિંગર મોહમ્મ્દ સલામતના મધુર અવાજથી ઉપસ્થિત સૌ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ મ્યુઝિકલ કાર્યક્રમ દરમિયાન મફતલાલ & કંપનીના સીએફઓ મિલન શાહ, ગુજરાત રાજ્ય સંઘના ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી કપ્રેસીના સીઈઓ રાજુ રામચંદાની તથા આર્ક ઈવેન્ટ્સના નવનીત નાગ, પૂર્વ મેયર બિજલબેન પટેલ, હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. નીતિન સુમંત શાહ, અશોક દવે તથા દિનેશ ખન્ના (એપલ, હૈદરાબાદ)ની ખાસ ઉપસ્થિતિથી ચાર ચાંદ લાગી ગયા હતા. આ ઉપરાંત ડૉ. મિતાલી નાગ દ્વારા સ્વરબદ્ધ કરાયેલ નોનસ્ટોપ રજવાડી રાસ ગરબા 23/24નું લોન્ચિંગ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ડૉ. મિતાલી નાગ તથા મોહમ્મ્દ સલામતના મધુર અવાજમાં ગવાયેલ મેલોડી સોન્ગ્સ હમ દિલ દે ચુકે સનમ (ડ્યુએટ), તન્હા તન્હા યહાઁ પે જીના (ડૉ. મિતાલી નાગ), પરદા હૈ પરદા (મોહમ્મ્દ સલામત) સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.