Western Times News

Gujarati News

અમદાવાદમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામો ૩૦ જૂન પહેલાં શરૂ કરવા આદેશ

અમદાવાદ: કોરોના મહામારીના કારણે વર્ષ ૨૦૧૯થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા છે. કોરોનાનો કહેર હવે ઓછો થતા શહેરમાં ફરી કામો શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ના ધારાસભ્યોની ગ્રાન્ટના તમામ કામોની વહીવટી મંજૂરી બાકી હોય અથવા કામો બાકી હોય તો ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધીમાં પૂરા કરી ચુકવણી કરવા આદેશ આપ્યો છે.

અમદાવાદ શહેરમાં ૧૪ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોએ સૂચવેલા વિકાસ કામોની વહીવટી મંજૂરી બાકી હોય તો પૂર્ણ કરવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિભાગને કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ કામો શરૂ કરવાની મુદત ૩૦ જૂન ૨૦૨૧ છે જ્યારે કામો પૂર્ણ કરી પેમેન્ટ કરવાની મુદત તા.૩૧ જુલાઈ ૨૦૨૧ છે. આ અંગે સરકારે અગાઉ પરિપત્ર કરી જાણ કરી છે છતાં કામો બાકી રહ્યા છે

જેથી ૧૪ વિધાનસભા વિસ્તારમાં વહીવટી મંજૂરી સંબધિત અમલીકરણ વિભાગમાંથી આપવાની મંજૂરી બાકી હોય તો મંજૂરી આપી ૩૦ જૂન પહેલા કામો શરૂ કરવા જણાવ્યું છે.

૪ વિધાનસભા વિસ્તારમાં જરૂરી પ્રમાણપત્ર બનાવી જરૂરી ઓથોરિટીમાં મોકલવી, વહીવટી મંજૂરી મળી હોય તો ૩૦ જૂન પહેલા કામ શરૂ કરવા અને ૩૧ જુલાઈ સુધી કામો પૂર્ણ કરી, પેમેન્ટ કરી અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો છે. તમામ કામોમાં મુદત વધારો મળશે નહીં તેવું પણ કહી દેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.