અમદાવાદમાં નવસર્જન સ્કૂલના શિક્ષકોએ રોડ પર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા પડ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/nav-sharjan.jpg)
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી બીયુ પરમિશન વિના ચાલતી સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્સોને સીલ મારી દેતાં લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં નવસર્જન સ્કૂલ સીલ થતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને ઓનલાઈન ક્લાસ શરુ કર્યાં હતાં.
હાઈકોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ એએમસીએે બીયુ પરમિશન વિનાના યુનિટો પર કાર્યવાહી શરુ કરી છે. ગત સાતમી જૂનથી સ્કૂલોમાં નવા સત્રની શરુઆત થઈ છે. સત્રની શરુઆતથી જ સ્કૂલોને સીલ મારવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે. નવસર્જન સ્કૂલને મ્ેં નહીં હોવાથી સીલ કરવામાં આવતાં શિક્ષકોએ સ્કૂલની બહાર બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું.
નવસર્જન સ્કૂલના આચાર્ય જય પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે બીયુ પરમિશનના નિયમ પહેલા શાળાનું નિર્માણ થયું હતું
અત્યારે ઇમ્પેક્ટ ફી ભરવા માટે અમને જાણ નહોતી પરંતુ એમને સમય આપવામાં આવશે તો અમે પ્રક્રિયા પૂર્ણ કરવા તૈયાર છીએ. વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે અમે આજે રોડ પર બેસીને ભણાવ્યા છે અને હજુ પણ ભણવવા તૈયાર છીએ. સ્કૂલ સીલ હોવાને કારણે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં પણ મુશ્કેલી થશે.
રાણીપ વિસ્તારમાં મારુતિ કોમ્પલેક્સમાં આવેલી ૧૫૦ જેટલી દુકાનો સીલ કરી દેવામા આવતા વેપારીઓના રોજગાર ધંધા બંધ થઈ જતાં ફરી તેઓ બેરોજગાર બન્યાં છે. તેમણે દુકાનોના સીલ ખોલવા માટે અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓએ હાથમાં વાટકા લઈને તેમણે ભીખ માંગીને દુકાનોના સીલ ખોલવાની માંગ કરી હતી. છસ્ઝ્રએ ગત ૩૧મી મેથી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અત્યાર સુધીમાં ૨૨૦૦થી વધુ યુનિટ સીલ કરાયાં છે.