Western Times News

Gujarati News

અમદાવાદમાં નવા ૧૬૫ કેસ નોંધાયા, ૬૮% પશ્ચિમ ભાગના

અમદાવાદ: શહેરના પશ્ચિમ  ભાગમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે. શનિવારે નોંધાયેલા નવા ૧૬૫માંથી ૧૧૨ એટલે કે ૬૮ ટકા કેસ પશ્ચિમ  ભાગમાં જ નોંધાયા છે. શનિવારે શહેરમાં ૯ લોકોના કોરોનાથી મોત થયા હતા જેમાંથી ૫ પશ્ચિમ  ભાગના હતા. કોરોનાના કેસ વધતા છસ્ઝ્રએ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઘોષિત કરવાનું નિયમિતપણ ચાલુ રાખ્યું છે. રવિવારે નવા ૧૧ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાતા કુલ સંખ્યા ૧૧૦ પર પહોંચ્ચી ગઈ છે.

નવા નોંધાયેલા કેસોમાં પશ્ચિમ  ઝોનમાં સૌથી વધુ ૫૯ કેસ નોંધાયા છે. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, નારણપુરા નવરંગપુરા, રાણીપ, પાલડી. અને વાસણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ  ઝોનમાંથી ૨૯ કેસ સામે આવ્યા છે. જેમાં થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ગોતા સામેલ છે.  દક્ષિણ -પશ્ચિમ  ઝોનમાં નવા ૨૫ કેસ નોંધાયા છે જેમાં જાધપુર, વેજલપુર, મકતમપુરા અને સરખેજનો સમાવેશ થાય છે. પશ્ચિમ  ઝોનમાં ૪ જ્યારે દક્ષિણ -પશ્ચિમ  ઝોનમાં એકનું મોત નોંધાયું છે. હાલમાં પશ્ચિમ  ભાગમાં ૫૧.૨૮ ટકા એક્ટિવ  કેસ છે.

રવિવાર સવાર સુધી, શહેરમાં કુલ ૩,૨૦૦ સક્રિય  કેસ હતા, જેમાંથી ૧,૬૪૧ પશ્ચિમ ભાગના છે. ૧,૬૪૧ કેસોમાં પશ્ચિમ ઝોનમાં ૬૬૩ છે, ઉત્તર પશ્ચિમ  ઝોનના ૪૯૮ અને દક્ષિણ  પશ્ચિમ  ઝોન ૪૮૦ છે. અન્ય ઝોનની વાત કરીએ તો મધ્ય ઝોનમાં ૨૨૪, ઉત્તર ઝોનમાં ૪૩૨, પૂર્વ ઝોનમાં ૪૫૯ અને દક્ષિણ ઝોનમાં ૪૪૪ એક્ટિવ  કેસ છે. શનિવારે અમદાવાદમાં ૨૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી  ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જેમાં ૬૨ પશ્ચિમ  ઝોન, ૪૩ ઉત્તર-પશ્ચિમ  ઝોન અને ૧૪  દક્ષિણ -પશ્ચિમ  ઝોનના હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.