અમદાવાદમાં પણ વરસાદની આગાહી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે ક્યાર નામના વાવાઝોડાની અસરથી દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. જાકે આ વાવાઝોડાની અસર રાજયભરમાં થવાની છે અને મોટાભાગના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહા વાવાઝોડાની અસર ગુજરાત પર પડવાની શરૂ થઈ ગઈ છે
ગઈકાલ મોડી સાંજથી વાતાવરણમાં પણ પલ્ટો આવી ગયો છે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધી ગઈ છે અને વરસાદ પણ પડી રહયો છે. વાવાઝોડાની અસર હેઠળ રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે આકાશ વાદળોથી ઘેરાતા રવિવાર સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની આગાહીથી કોર્પોરેશનનું તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં તૂટી ગયેલા રસ્તાઓના પગલે ભારે ઉહાપોહ મચેલો છે ત્યારે બીજીબાજુ હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા મ્યુનિ. તંત્ર વધુ મુશ્કેલીમાં મુકાયું છે જા વરસાદ પડશે તો રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ જશે અને બીજીબાજુ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા રસ્તા રિશરફેશ કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.