Western Times News

Gujarati News

અમદાવાદમાં પતિ-પત્નીની ૬.૪ કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી

અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના સરદારનગર કુબેરનગર વિસ્તારમાંથી એક મહિલાને ૬ કિલો અને ૪૬૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી છે અને મહિલા પાસેથી ૬૪ હજાર ૬૫૦ની કિંમતનો મુદ્દામાલ ઝડપી તેના વિરુદ્ધ પ્રોહિબિશન ગુના નં ૫૦૯૬-૨૦૧૯ અને એનડીપીએસ એક્ટની કલમ ૮ સી, ૨૦ બી અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ હિરાસતમાં ઉભેલી આ મહિલા ઝડપાઈ છે એસઓજી ક્રાઈમબ્રાન્ચના હાથે. પોલીસને મળેલી બાતમીના આધારે સરદાર નગર કુબેરનગર સરદાર ગ્રામ રેલવે સ્ટેશનની બાજુમા ગરનાળા પાસે સરદારનગર છારાનગર નવખોલીમાં રહેતી આ મહિલાને ઝડપી લીધી હતી. મહિલાના ઘરના પ્રાંગણમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૬ કિલો ૪૬૫ ગ્રામ કુલ મુદ્દામાલ રુ. ૬૪ હજાર ૬૫૦ જપ્ત કર્યો છે, અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાથે આ ગુનામાં સંકળાયેલ મહિલાનો પતિ વિજયને ઝડપી લેવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે.


એસઓજી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હર્ષદ પટેલ જણાવે છે કે, પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા વિજયભાઈ તથા તેમના પત્ની ગેરકાયદે ગાંજો લાવી વેચે છે તે તપાસ કરતા જગ્યા પરથી ૬ કિલો ૪૬૫ ગ્રામ ગાંજો મળ્યો હતો. પકડાયેલ આરોપીની પુછપરછ કરતા આ ગાંજો તેમના પતિ વિજયભાઈ લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને નાનાનાના પેકેટ બનાવી ગાંજાની પડીકી વેચતા હોવાનું તપાસમાં ખુલ્યું છે, અને આ ગાંજાની પડીકી વિજયભાઈ ક્યાંથી લાવે છે કે પછી કોઈ અહી આવીને ડીલીવરી આપે છે તે તપાસ હાલ ચાલી રહી છે.

પકડાયેલ મહિલાની પુછપરછ કરતા આ ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા ૫૦ રુપિયા અને મોટી પડીકી ૭૦થી ૮૦ રુપિયામાં વેચતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને મહિલા અને તેનો પતિ વિજય એક વર્ષથી આ પ્રકારે સરદારનગર અને રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં રિટેઈલમાં આ પ્રકારે ગાંજાનું વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાથમિક પુછપરછમાં ગાંજો ક્યાથી આવે છે તે તેઓ જાણતા નથી તેવું જણાવ્યું છે. ગાંજાની નાની નાની પડીકી બનાવી મહિલા ૫૦ રુપિયા અને મોટી પડીકી ૭૦થી ૮૦ રુપિયામાં વેચતી હોવાનું જણાવ્યું છે. મહિલા પોતાના આસપાસના વિસ્તારમાં ગાંજો વેચતી હતી. હાલ તો મહિલાના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા છે અને વિજય ક્યાં સંતાયો હોઈ શકે તેને શોધી કાઢવા અને વિજયને પકડી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.