Western Times News

Gujarati News

અમદાવાદમાં પબ્લિક સ્પીકિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

“કમ્યુનિકેશન – માનવ જોડાણ- એ વ્યક્તિગત અને કારકીર્દિની સફળતાની ચાવી છે”. તમારા સંદેશા વ્યવહારની ગુણવત્તા જીવનમાં તમને વિકસતા દરેક સંબંધો ને એક દિશા માં લઇ જાય છે. આજના આ ગળાકાપ વૈશ્વિક સ્પર્ધામાં કારકિર્દીમાં સફળ થવા માટેવ્યક્તિ ની માત્ર ડીગ્રી એ પુરતી નથી તેની સાથે, સોફ્ટ સ્કીલ્લ્સ Soft Skills અને કમ્યુનિકેશનનું Communication મહત્વ ખુબ જ રહેલું છે. મલ્ટી નેશનલ કંપનીઓ આજે વેબિનાર, Webinar કોન્ફરસ, Conference વ્યક્તિગત સ્પીચ, Personal Speech ગ્રુપ ડિસ્કશન Group Discussion વિગેરે ખુબ જ સામાન્ય બાબત બની છે.

આપણામાંથી મોટાભાગના લોકોને  જાહેર બોલવાનો ડર હોય છે. કમ્યુનિકેશનની સ્કિલને ડેવેલોપ કરવા તેમજ સ્ટેજ ફીઅર દુર કરવાના હેતુ સર જાણીતા વક્તા અને ટ્રેનર નેન્સી  શાહ (Speaker Nency Shah) દ્વારા અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં (Memnagar, Ahmedabad) પબ્લિક સ્પીકિંગ વર્કશોપનું (Public speaking workshop) આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપ માં ભાગ લીધેલા વ્યક્તિઓ ને એક સારા વક્તા બનવા માટેની જરુરી બાબતો જેમકે, વિષય અનુસાર તાર્કીક વક્તવ્યનું ઘડતર કરવું તેમજ તે વક્તવ્યને ખુબજ આકર્શિક રીતે રજૂ કરવું જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્કશોપ માં ટીચિંગ પદ્ધતિ ખુબ જ પ્રેક્ટિકલ અને રોજિંદા જીવન માં ઉપયોગી સાબિત થાય તે રીતે આયોજન કરવામાં આવી હતી.જ્યાં દરેક વિદ્યાર્થીને  7 અલગ અલગ વિષયો પર પોતાની સ્પીચતૈયારકરી ને લાવવાનાહતા અને 4 ટોપિક પરઓન ધ સ્પોટ સ્પીચ આપવાની હતી.

વર્કશોપ દરમિયાન કોમ્યુનિકેશન ના અગત્યના પાસાઓ જેમ કે, વર્બલ તેમજ નોન વર્બલ કોમ્યુનિકેશન, બોડી લેન્ગવેજ, વોઈસ મોડુલેશન, જેવી બાબતો ની ચર્ચા ની સાથે એક સારા વક્તા બનવા માટે વાંચન ની આદત વિકસાવવા માટેનો પણ અનુરોધ કરવામાં આવ્યો.

વર્કશોપના છેલ્લા દિવસે બધા જ વિદ્યાર્થીઓ  વચ્ચે જાહેર ભાષણની સ્પર્ધા યોજી હતી. વિજેતાઓને એવોર્ડ, સર્ટિફિકેટ અને ગિફ્ટ્સ આપવામાં આવ્યા હતા અને તમામ ભાગ લેનારને વર્કશોપ સમાપ્તિ પ્રમાણપત્ર મળ્યું હતું. આ વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટોપિક, લર્નિંગ પદ્ધતિ તેમ જ વિવિધ એક્સરસાઇઝ દ્વારા પોતાનો આત્મવિશ્વાસ ડેવેલોપ થવાની સાથે સાથે પોતાની આંતરિક શક્તિઓ અને કુશળતાઓ અને પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે પણ ખુબ પ્રેરણા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.