અમદાવાદમાં પોલીસ પર કાશ્મીર સ્ટાઇલથી પથ્થરમારો: 20થી વધુ જવાનો ઘાયલ
અમદાવાદ, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં નાગરિકતા બિલના વિરુદ્ધમાં સ્થાનિકોએ દેખાવ કર્યા. દરમિયાન પ્રદર્શાકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. જેમાં 20થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા. અનેક પ્રદર્શકારીઓએ ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બેફામ બનેલા તોફાની ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના શેલ છોડ્યા.
મળતી માહિતી પ્રમાણે ટોળાએ આયોજનબદ્ધ રીતે કાશ્મીર સ્ટાઇલથી પોલીસ પર હુમલો કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે હાલમાં કોઈ પણ ઘટના ન બને માટે તકેદારી રાખી રહી છે. હાલમાં રસ્તાઓ સૂમસામ બની ગયા છે. હુમલાખોરોએ મોઢા પર રૂમાલ બાંધીને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા છે. એક ખાનગી ચેનલના પત્રકારને પણ ઈજા પહોંચી છે. શાહ આલમમાં અફરાતફરીનો માહોલ છે. કેટલાક અસમાજિત તત્વોએ માહોલને બગાડવા માટે પોલીસ પર આયોજનબદ્ધ હુમલો કર્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યાં છે.
શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે સૌથી અગત્યની વાત છે આ જ મોડસ ઓપરેન્ડીથી કાશ્મીરમાં સેનાના જવાન પર પથ્થરમારો કરવામાં આવે છે. ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓને પણ ટોળાએ નિશાન બનાવ્યા છે. જેમાં કેટલાક મીડિયાકર્મી ઘાયલ થયાં છે. પથ્થરમારાના પગલે સંવેદનસીલ વિસ્તારમાં BRTS તથા AMTS બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદના લાલદરવાજા, ઢાલગરવાડ, જમાલપુર, જુહાપુરા સંપૂર્ણ બંધ છે.
સમગ્ર શાહઆલમમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. બંધના એલાનમાં દિવસ દરમિયાન શાહઆલમ વિસ્તાર સૂમસામ જોવા મળ્યો હતો. પરંતુ સાંજના સમયે અચાનક મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસજવાનો પર પત્થરમારો કર્યો. સ્થિતિ વણસતા સેક્ટર-2ના જેસીપી નિપુણા તોરવણે શાહઆલમ પહોંચ્યા હતા. નાગરિકતા બિલ વિરોધમાં બંધના એલાનના પગલે લાલદરવાજામાં લકી રેસ્ટોરન્ટ સામે આશરે 3:45 વાગે AMTSની બસ પર અજાણ્યા ટોળાએ પથ્થરમારો કરતા સારંગપુર પોલીસ અને શાહપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અહીં બંદોબસ્ત ગોઠવ્યો હતો.