Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્ષનાં બિલ મ્યુનિ. હવે મોબાઈલ પર મોકલશે

અમદાવાદ, મ્યુનિ.એ શહેરના તમામ પ્રોપર્ટી માલિકોના મોબાઈલ નંબર મેળવવાની કવાયત હાથ ધરી છે. જેમાં ઓનલાઈન ઉપરાંત ટેક્ષ બિલની સાથે મોકલેલી પરચીમાં માહિતી ભરીને મ્યુનિ. કચેરીએ મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ માલિકને ટેક્ષ બિલ સહીતની તમામ માહિતી મોબાઈલ પર મળી રહે તેવી સુવિધા આપવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

મ્યુનિ. રેવન્યુ કમીટીના ચેરમેન જૈનિક વકીલે કહયું હતું કે, તમામ પ્રોપર્ટી માલિકના મોબાઈલ નંબર મળી જાય તો આગામી સમયમાં નાગરીકોને તેમના પ્રોપર્ટી બિલ સહિતની વિગતો મોબાઈલ પર મળી રહે તે માટે મ્યુનિ. ની વેબસાઈટ પર પણ એક લિંક મુકવામાં આવી છે જેમાં નાગરીકો મોબાઈલ નંબર અને ટેનામેન્ટ નંબર અપલોડ કરીને કેવાયસી પૂર્ણ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.