અમદાવાદમાં ફરી ટેસ્ટિંગ ડોમ ઊભા કરાતા ભારે ચર્ચા
રાજયમાં છેલ્લા બે દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ આરોગ્ય વિભાગ સહિત તંત્ર સતર્ક થઈ ગયું છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા હોવાની માહિતી મળી રહી છે.
કોરોના કેસમાં ઉછાળો આવતા બીજી વેવ જેવી અમદાવાદની સ્થિતિ ન ઉદ્દભવે તેના માટે અમદાવાદમાં મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. પ્રશાસને કોરોના ટેંસ્ટીગ ટેન્ટ ઊભા કર્યા છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ ડોમ લાગ્યા છે.
જેમાં પાલડી એનઆઇડી વિસ્તારમાં તાત્કાલિક ટેસ્ટીંગ ટેન્ટ ઊભા કરાયા હોવાની માહિતી મળી રહી છે. કોરોનાના કેસ વધતાં ત્રીજી વેવની આશંકા સેવવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યમાં તમામ મનપાની ટેસ્ટ વધારવા અને ડોમ ઉભા કરવા સૂચના અપાઈ છે.
પ્રતિદિન ૫૦ હજાર કોરોના ટેસ્ટ કરવાની તંત્રની તૈયારીઓ શરૂ કરી છે. જાહેર સ્થળો જેવા કે બગીચા, મંદિર, મેળા, પ્રવાસન સ્થળો, એરપોર્ટ, રેલવે અને એસટી સ્ટેન્ડ પર સઘન ચેકીંગ વધારવા સૂચના આપી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે દિવાળીની ખરીદી અને ટુરિઝમ દરમ્યાન લોકોની બેદરકારી વધવાના કારણે
અને લોકોએ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી, પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે (શનિવારે) સમગ્ર રાજ્યમાં ૩૯ કેસો નોંધાતા તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે.