અમદાવાદમાં ફરી રિક્ષા ગેંગનો આતંક બે વ્યક્તિ છરીની અણીએ લૂંટાઈ
અમદાવાદ, રિક્ષામાં ફરતી અને લૂંટ કરતી ગેંગે હવે માઝા મૂકી છે. નિર્દોષ નાગરિકોને રિક્ષામાં બેસાડી ધકકામુકી કરીને તો કઢયારેક ડરાવી-ધમકાવી તેમજ મારીને લૂંટી લેવાની ઘટનાઓ સામે આવી છે. જાે કે પોલીસ દ્વારા કેટલીક ટોળકીઓને ઝડપી લેવામાં આવી હોવા છતાં આ લૂંટારાઓ બેફામ બની રહ્યાં છે અને એકલદોકલ અથવા બહારગામથી આવતા લોકોને ખાસ ટાર્ગેટ કરતા હોય છે. ત્યારે વેજલપુર-કાગડાપીઠમાં બે વ્યક્તિને રિક્ષાચાલક અને તેના સાગરિતોને છરી બતાવીને લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે.
સોલાના દ્વારકેશ ઓકલેન્સ નજીક રહેતા અને કડિયાકામ કરતા નરેશ ડામોરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ નરેશભાઈ લીમડી ખવાનું હોવાથી જશોદા ચોકડી પાસે બસ આવતી હોવાથી તેઓ સોલામાં રિક્ષાની રાહ જાેઈને ઉભા હતા. થોડી વાર રહીને નરેશભાઈને ઘોડાસર સુધી એક રીક્ષા મળી હતી.
તેમાં બેસીની ઘોડાસર ગયા હતા. ત્યાંથી તેઓ બીજી રીક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલાથી ત્રણ માણસો બેઠાહતા. રિક્ષાવાળાએ ફતેવાડી મેટ્રો સર્વિસ સ્ટેશન તરફ રિક્ષા લીધી હતી. ત્યાર બાદ નરેભાઈને રિક્ષામાં બેઠેલા મુસાફરે કહ્યું કે મેં મસાલો ખાચો છે તો મારે થૂંકવું પડશે. આમ કહીને સાઈડમાંથી વચ્ચે તેમને બેસાડ્યા હતા. પછી અવાવરૂ જગ્યાએ રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી દીધી હતી.
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા યુવકોએ તેમની પાસે રહેલી ધારદાર છરી બતાવીને કહ્યું કે તારી પાસે જે હોય તે આપી દે. આમ કહીને મોબાઈલ, રૂપિયા, ચાંદીનું કડું લૂંટી લીધા બાદ રિક્ષાચાલક અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા. નરેશભાઈએ તાત્કાલીક વેજલપુર પોલીસ સ્ટેશનમાં જઈ નવ હજારની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બીજી તરફ આવી જ એક ઘટના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. વટવામાં આવેલ ટકાર રેસિડેન્સી-રમાં રહેતા બ્રિજેશભાઈ યાદવે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. બ્રિજેશભાઈ થોડા દિવસ પહેલાં બાર વાગ્યે કાલુપુર રેલ્વે સ્ટેશનથી તેમના ઘરે જવાનું હોવાથી બહાર રિક્ષાની રાહ જાેઈને ઉભા હતા. તે દરમિયાન એક રિક્ષામાં પહેલાંથી જ ત્રણ મુસાફર બેઠેલા હતા. બ્રિજેશભાઈ વટવા જવાનું કહીને રિક્ષામાં બેસી ગયા હતા.
રિક્ષાચાલક અને તેના સાગરીતોએ વટવા નજીક અવાવરૂ જગ્યાએ રિક્ષા ઉભી રાખી દીધી હતી. રિક્ષામા્ બેઠેલા મુસાફરના સ્વાંગમાં યુવકોએ ચપ્પુ કાઢી બ્રિજેશનભાઈને ધમકાવ્યા હતા. બ્રિજેશભાઈ પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ તેમજ ડેબિટકાર્ડ સહિતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો.
તે પછી રિક્ષા ચાલક અને તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા. બ્રિજેશભાઈએ તાત્કલાીક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જઈ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.