Western Times News

Gujarati News

અમદાવાદમાં ફરી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

અમદાવાદ: અમદાવાદ શહેરને આજે સવારે બે કલાકના વરસાદે જ ધમરોળી નાંખ્યું છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો શહેરમાં ફરી છવાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ સમગ્ર શહેરમાં પડી રહ્યો છે. ગોતા, રાણીપ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, નરોડા, વટવા, મણિનગર, પરિમલ ગાર્ડન, સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વિઝીબિલિટી સાવ ઓછી થઈ ગઇ છે. રોડ પર વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે. અમુક વિસ્તારમાં સવારના વરસાદને લઈ હજી પાણી ઓસર્યા નથી ત્યારે ફરી વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં સવારે દોઢ કલાક સુધી મેઘરાજાની બરાબરની બેટિંગના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. તેમાં પણ પૂર્વમાં જશોદાનગરથી એસપી રીંગ રોડ સુધીનો વિસ્તાર તો રીતસર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વટવા ફેઝ-2 જવાના રસ્તા પર તો કેડ સુધી પાણી ભરાયા હતા અને ખાત્રજ ચોકડી તથા રીંગ રોડ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયો હતો. કેડસમા પાણીમાં નિકળવાનો પ્રયાસ કરતાં સંખ્યાબંધ વાહનો બંધ પડી જતાં લોકોની વધુ કફોડી સ્થિતિ બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.