અમદાવાદમાં ફાયર NOC મામલે રપ૦ હોસ્પીટલોને નોટીસ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ફાયર વિભાગ દ્વરા અગાઉ ૧પ૦ જેટલી હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવી લેવા અંગે આપવામાં આવેલી નોટીસ બાદ શહેરની વધુ સો જેટલી હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવવા નોટીસ આપવામાં આવતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને રપ૦ જેટલી હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવી લેવા નોટીસ આપવામાં આવી છે.
ફાયર વિભાગને શહેરની હોસ્પીટલોની જે યાદી આપવામાં આવી હતી તે પૈકી અંદાજે ૧પ૦ હોસ્પીટલો ઘણા સમયથી બંધ હોવાનું અથવા તો ડોક્ટરો હોસ્પીટલ ખોલતા ન હોવાની ચોંકાવનારી વિગત તપાસ સમય બહાર આવવા પામી હોવાનું ફાયરના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર એનઓસી ન ધરાવતી ૧પ૦ જેટલી હોસ્પીટલોને પાંચ એપ્રિલ-ર૦ર૧ સુધીમા ફાયર એનઓસી મેળવી લેવા નોટીસ આપવામાં આવી હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રિયા મુજબ આ ૧પ૦ હોસ્પીટલો પૈકી મોટાભાગની હોસ્પીટલોએ ફાયર એનઓસી મેળવી લીધી છે.
ઉપરાંત, વધુ સો જેટલી હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવી લેવા નોટીસ આપવામાં આવી છે. ફાયર વિભાગને મ્યુનિસિપલના સંબંધિત વિભાગ તરફથી હોસ્પીટલોની જે યાદી આપવામાં આવી હતી તે યાદી પૈકી અંદાજે ૧પ૦ હોસ્પીટલો તો ઘણા સમયથી બંધ હોવાનું નોટીસ આપવાની કામગીરી સમયે ધ્યાન ઉપર આવ્યુ હોવાનુૃ તેમણે વધુમાં ઉમેર્યુ હતુ.