અમદાવાદમાં ફી વધારો કરવા ધૂણતા આચાર્ય
અમદાવાદ, એક તો ચોરી અને ઉપરથી સીનાજાેરી શાળા સંચાલકોની મનમાનીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પણ આ વખત ફી વધારવા શાળાએ માતાજીના નામનો સહારો લીધો છે.અમદાવાદના નરોડાની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ વિવાદમાં આવી છે. શાળાના આચાર્યએ વાલીઓ પાસે વધુ ફીની માંગણી કરતા મુદ્દો ઉચકાયો હતો. અને આચાર્ય ધૂણવા લાગ્યા હતા.
અમદાવાદમાં સ્કૂલના ધૂણતા આચાર્યનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વધુ ફી માટે દબાણ કરતા આચાર્ય વાલીઓ સામે ધૂણ્યા લાગ્યા હતા.
જાે ઘટના પર નજર કરીએ તો જ્યારે વાલીઓ ૧૨ સાયન્સની માર્કશીટ ઉઘરાવવા ગયા હતા ત્યારે માર્કશીટ લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફીની માગ કરાઇ હોવાનો આરોપ થઈ રહ્યો છે.રૂ.૧.૧૦ લાખની ફી હતી તેના સ્થાને વાલીઓ પાસે માગ્યા રૂ.૧.૨૫ લાખ માગ્યા હતા. જેથી વાલીઓએ ભેગા મળી વિરોધ કર્યો હતો.
ફી બાબતે થોડી બોલાચાલી બાદ આચાર્ય મુકેશ પટેલ ધૂણ્યા લાગ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે માડી સિકોતર બોલું છું, હું સિકોતર માતાનો ભૂવો છું, આમને ધક્કો મારીને કાઢો, આને ક્યો રેકોર્ડિંગ નહીં ચાલે, તને ખબર છે ને ગયા અઠવાડીયે શું થયું હતું.
આપને એ પણ જણાવી દઈએ કે નરોડાની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સમાં મસમોટી ફી ઉઘરાવવા આવા અવનવા ગતકડા કાઢવામાં આવે છે. લાખોની ફી ઉઘરાવતી શાળાનું ધોરણ ૧૨ સાયન્સમાં નબળુ પરિણામ આવ્યું છે. શાળાના ૫૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. નબળા રિઝલ્ટ છતા વાલીઓ સાથે આચાર્ય ગેરવર્તન કરી રહ્યા છે.
વાલીઓને અપશબ્દો સાથે સંબોધીને અપમાન કરતા આચાર્ય નજરે પડ્યા હતા. પાણી ભરેલો ગ્લાસ પણ પછાડ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કેમ આચાર્ય વાલીઓ પાસે વધારે ફીની માંગ કરી રહ્યા છે? માતાજીના નામે વધારે ફી ઉઘરાવવી કેટલી યોગ્ય? કેમ અમદાવાદ જિલ્લાની શિક્ષણ કચેરી આવા ગેરવર્તન મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી ક્યારે કરશે?SS3MS