અમદાવાદમાં ફુટપાથો પાર્કિગ પ્લોટોમાં ફેરવાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દબાણ તથા રસ્તા ઉપર વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે આ પરિસ્થિતિમાં રસ્તાઓને ખુલ્લા કરવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પો. સક્રિય બન્યું છે અને શહેરમાં દબાણ થયેલા ૧૦૦થી વધુ સ્થળોને ઓળખી કાઢી તા.૧૬મી માર્ચ બાદ શહેરભરમાં દબાણો હટાવવા માટેની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે પરંતુ મ્યુનિ. કોર્પો. તંત્ર ફુટપાથના બહાને રસ્તાઓ સાંકડા કરી રહયું છે જેના કારણે અનેક સ્થળો પર ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ગુજરાત હાઈકોર્ટે કરેલા મહત્વપૂર્ણ નિર્દેશો બાદ પોલીસતંત્ર તથા અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું તંત્ર સફાળુ જાગ્યું છે. જાકે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. હાલ શહેરમાં ફુટપાથો બનાવવામાં આવી રહી છે પરંતુ કહેવાતી આ ફુટપાથો બિલ્ડરોના લાભાર્થે બનાવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહયું છે. શોપીંગ સેન્ટરોમાં પાર્કિગની જગ્યા ખુલ્લી કરવાના બદલે આવી ફુટપાથો બનાવવામાં આવતા હવે શોપીંગ સેન્ટરોની બહાર ફુટપાથો પર જ વાહનો પાર્ક થઈ રહયા છે
જેના પરિણામે કહેવાતી આ ફુટપાથો પર વાહનોનો ખડકલો જાવા મળી રહયો છે. પ્રજાના પૈસાનું આંધણ કરી બિલ્ડરો માટે પાર્કિગની જગ્યા ઉભી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં ઠેરઠેર નાગરિકો આ ફુટપાથના બદલે રસ્તાઓ પર ચાલવા મજબુર બની ગયા છે.
અમદાવાદ શહેરમાં હાલમાં કહેવાતી આ ફુટપાથો બનાવવામાં આવી રહી છે અને તેનો લાભ માત્ર બિલ્ડરોને મળી રહયો છે
અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કોર્પોરેશનના અણધડ આયોજનના કારણે છેલ્લા કેટલાક દિવસથી સતત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. ફુટપાથો બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે રસ્તાઓ સાંકડા કરવામાં આવી રહયા છે એક બાજુ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ તંત્ર સક્રિય પ્રયાસો કરી રહયું છે ત્યારે બીજી બાજુ મ્યુનિ. કોર્પો.નું તંત્ર ફુટપાથ બનાવવાના ઓથા હેઠળ રસ્તાઓ સાંકડા કરી રહયું છે.