અમદાવાદમાં બાગ-બગીચા બંધ કરવાનો ર્નિણય લેવાયો
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવતીકાલથી આગામી નિર્દેશ મળે નહી ત્યા સુધી બાગ-બગીચાને બંધ કરવાનો ર્નિણય લીધો છે. જેમા ખાસ કાંકરિયા, લેક ફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી દેવામાં આવશે. જાે કે આ સમાચાર એક શરૂઆત છે, જાે શહેરીજનો હજુ પણ કોરોનાને હળવાશથી લેતા રહેશે તો તંત્ર દ્વારા વધુ કડક પગલા લેવાઇ શકે તેમ છે. સમગ્ર દેશ સહિત અમદાવાદનાં રહીશોએ લોકડાઉનનો સમય જાેયો છે, જેણે માણસનાં જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ હતુ. જાે તે સમય ફરીથી ન આવવો જાેઇએ તે વિચાર સાથે શહેરીજનો સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરીને ચાલશે તો કોરોનાને કાબુમાં લેવામાં ઘણી મદદ મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાએ અમદાવાદ શહેરની સ્થિતિને કેવી રીતે બગાડી તેનો અનુમાન તે વાત પરથી લગાવી શકો છો કે, અમદાવાદનાં મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારની મેચ દર્શકો વિના રમાઇ હતી. જાે કે આગામી મેચ પણ દર્શકો વિના જ રમાવાની છે. અમદાવાદ શહેરની સ્થિતિમાં હાલમાં સુધારો દેખાઇ રહ્યો નથી. શહેરનાં ૬૦ વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવાઇ ગયા છે. સૌથી વધુ કેસની વાત કરીએ તો તે એડન ગોઝરેજ ગાર્ડન સિટી ફ્લેટમાં હોવાનુ સામે આવ્યુ છે. ફ્લેટ પાસે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.