Western Times News

Gujarati News

અમદાવાદમાં બાગ બગીચા રિવરફ્રન્ટ-કાંકરિયા ખૂલતાં જ નાગરિકો પહોંચ્યા

Files Photo

અમદાવાદ: રાજ્યમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ આજથી ખુલી ગયા છે જયારે હોટલમાં ૫૦ ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થઇ છેે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ સાથે અમદાવાદની ઓળખ સમો રિવરફ્રન્ટ, કાંકરિયા લેક શરૂ કરવામાં આવ્યો છે. તો સાથે જ જગન્નાથ મંદિરના દરવાજા પણ ભક્તો માટે ખોલી દેવાયા છે. અનલોક અમદાવાદમાં આજથી જીમ પણ ફરી ધમધમતા શરૂ થયા છે.

કોરોનાનું સંક્રમણ વધતા ૧૮ માર્ચથી અમદાવાદના ૨૮૩ બાગબગીચાઓ બંધ કરી દેવાયા હતા. પરંતુ આજથી છૂટછાટ મળતા અમદાવાદમાં બગીચા, મોલ. જીમ ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. સાબરમતી રિવરફ્રન્ટ મોર્નિંગ વોક માટે ખોલવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પુન શરૂ થતા જ લોકો સવારે વોક કરવા માટે તથા સાયકલિંગ કરવા માટે પહોંચી ગયા હતાં. જાેકે આજે રિવરફ્રન્ટ પર લોકોની ઓછી ભીડ જાેવા મળી રહી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પુન શરૂ થતાં અમદાવાદીઓમાં આનંદની લેહેર જાેવા મળી હતી

અમદાવાદમાં આવેલા કાંકરિયા લેક્ફ્રન્ટમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં. સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન કાંકરિયા લેક્ફ્રન્ટ હાલ શરૂ કરવાનો ર્નિણય કરાયો હતો જાે કે કાંકરિયા લેક્ફ્રન્ટમાં આવેલા કેટલાક લોકો માસ્ક વગર પણ ફરતા જાેવા મળ્યા હતાં અમદાવાદમાં આવેલ જિમ આજથી ફરી એકવાર અનલોક થયા છે.

સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ગાઈડલાઈનના પાલન સાથે જીમ ખોલી શકાશે. જીમ શરૂ થતાં ફરી લોકો સવારથી જિમમાં પરસેવો પાડતા નજરે પડ્યા હતાં . જિમમાં લોકોની ભીડ ભેગી ના થાય એ રીતે સંચાલકો દ્વારા આયોજન કરાયું હતું છે. જિમમાં વધુ લોકો ભેગા ના થાય એ માટે દર કલાકે ૧૫-૧૫ લોકોના સ્લોટ નક્કી કરાયા છે. તેમજ કેટલાક જિમમાં વેક્સીન લીધી હોય એને જ જિમમાં પ્રવેશ આપવામાં આવશે તે પ્રકારે તૈયારીઓ કરવા અંગે સંચાલકો વિચારી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.