અમદાવાદમાં બે વર્ષમાં ૩૧પ૬ વાહનો ચોરાયા, માંડ ૧ર૧૮ પરત મળ્યા
અમદાવાદ, અમદાવાદ શહેર અને જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૧પ૬ ટુ-વ્હીલર- ફોર વ્હીલર સહિતના વાહનોની ચોરીની ઘટના નોંધાઈ છે. જાે કે માંડ ૧ર૧૮ વાહનમાલિકોને જ પોલીસ તેમના વાહન પરત અપાવી શકી છે આમ, તો ગુજરાત સરકારના નેતાઓ શહેરને કેમેરાથી સજ્જ કરી દેવાયાની અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની મોટી મોટી વાત કરે છે.
પરંતુ હકીકત કંઈક જુદી જ છે. પોલીસની નબળી કામગીરીના કારણે ચોરાયેલા વાહનો માલિકને પરત મળતા જ નથી. આ તો ચોરીની ઘટના પોલીસ ચોપડે છે. બાકી નહીં નોંધાયેલા ગુનાનો સામેલ કરીએ આ આંકડો ખુબ ઉંચે જાય એમ છે. ૩૧મી ડીસેમ્બર ર૦ર૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર જીલ્લામાં રપપ૧ ટુ વ્હીલર ચોરાયા હતા. જાે કે માંડ ૯૬૩ વાહન માલિકોને વાહન પરત કરી શકાયા છે.