અમદાવાદમાં ભારે વરસાદઃઠેરઠેર પાણી ભરાયા
મધરાતથી વીજળીના કડાકા સાથે શરૂ થયેલા અવિરત વરસાદના કારણે જનજીવન ખોરવાયુઃ ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો ઃ ભારે વરસાદની આગાહીના પગલે કોર્પો.નું તંત્ર એલર્ટ
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે એક માત્ર અમદાવાદ શહેર અને તેની આસપાસનો વિસ્તાર કોરો હતો અને વરસાદના અભાવે નાગરિકો અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારી ગયા હતા પરંતુ ગુજરાત પર કેન્દ્રીત થયેલી લો પ્રેશરની બે સીસ્ટમના કારણે ગઈકાલ મધરાતથી અમદાવાદ શહેરમાં અવિરત ભારે વરસાદ પડવાનો શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પર તેની અસર પહોંચી છે
સંખ્યાબંધ વાહનચાલકો પાણીમાં ફસાઈ ગયા છે અને હજુ પણ વરસાદ પડવાનો ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે. વહેલી સવારથી જ સતત વરસાદ વચ્ચે કેટલાક સ્થળો પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા છે. અવિરત વરસાદના કારણે શહેરના ઈસનપુર, હાટકેશ્વર, બાપુનગર, ઓઢવ, અખબારનગર, એસ.જી.હાઈવે સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કાળાડીંબાગ વાદળોના કારણે વીઝીબીલીટી પણ સાવ ઓછી થઈ જતાં ધોળે દિવસે પણ અંધારા જેવું વાતાવરણ જાવા મળી રહયું છે.
ગુજરાત પર લો પ્રેશરની સીસ્ટમ કેન્દ્રીત થયા બાદ રાજયના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં અંતે મેઘ મહેર થવા લાગી છે. અમદાવાદ શહેરમાં છુટાછવાયા વરસાદના ઝાપટા પડતા હતા પરંતુ અસહ્ય બફારાના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતાં અને રોગચાળો પણ વધી ગયો હતો.
આ દરમિયાનમાં ગઈકાલ રાતથી જ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે લો પ્રેશર સીસ્ટમના કારણે આખરે અમદાવાદ શહેરમાં મેઘરાજા મનમુકીને વરસી રહયા છે. મધરાતથી શરૂ થયેલા સતત વરસાદના કારણે વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જાવા મળતા હતાં અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવનું પણ ઠેરઠેર આયોજન કરવામાં આવ્યુ છે જેના પગલે આયોજકોએ મધરાતે જ ભારે દોડધામ કરી મુકી હતી અને તમામ પંડાલોને પ્લાÂસ્ટકથી ઢાંકી દેવામાં આવ્યા હતાં.
અમદાવાદ શહેરમાં આ સીઝનમાં સૌ પ્રથમવાર આટલો ભારે વરસાદ પડતાં નાગરિકો પણ ખુશખુશાલ થઈ ગયા હતાં મધરાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પણ ઓછી જાવા મળતી હતી જાકે નોકરિયાત વર્ગ સવારથી જ વરસાદ વચ્ચે પણ વાહનો પર જતો જાવા મળતો હતો અવિરત વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઉપર અસર પહોંચી છે અને અનેક સ્થળો પર વાહનચાલકો ફસાઈ ગયા હતા ખાસ કરીને શહેરમાં આવેલા અંડરપાસોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો મળવા લાગી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા હવામાન વિભાગની આગાહીના પગલે અગમચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દેવાઈ હતી અને મધરાતથી જ કોર્પોરેશનના કંટ્રોલ રૂમની ફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હતી કંટ્રોલરૂમમાં પાણી ભરાવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. અમદાવાદ શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા કોર્પોરેશન દ્વારા તેના નિકાલની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલીક સોસાયટીઓમાં મકાનોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનું જાણવા મળી રહયું છે. મધરાતથી શરૂ થયેલા વરસાદના પગલે આવી સોસાયટીઓમાં રહેતા નાગરિકો સફાળા જાગી ગયા હતાં અને કિંમતી સામાન સલામત સ્થળે ખસેડવા લાગ્યા હતાં.
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા ખાસ કરીને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં જાકે કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં રજા આપી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહયું છે. શહેરમાં હજુ પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી કાળાડીંબાગ વાદળો છવાઈ જતાં શહેરમાં અંધારૂ છવાઈ ગયું હતું અને હવાઈ સેવાને પણ અસર પહોંચી હતી અમદાવાદ આવતી ફલાઈટો ડાયવર્ટ કરવામાં આવી હતી જયારે અમદાવાદથી કેટલીક ફલાઈટો મોડી ઉપડી રહી છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પડી રહેલા અતિભારે વરસાદના પગલે રાજય સરકારના કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે બચાવ ટુકડીઓને તૈયાર રાખવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો શરૂ થતાં જ અમદાવાદ- ગાંધીનગરને જાડતા એસ.જી.હાઈવે પર ઠેરઠેર પાણી ભરાઈ જતાં સંખ્યાબંધ વાહન ચાલકો ફસાઈ ગયા છે આ ઉપરાંત અખબારનગર સર્કલ પાસે પણ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હજુ પણ વરસાદ પડવાનો ચાલુ હોવાથી પરિÂસ્થતિ વધુ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે અને કોર્પોરેશનનું તંત્ર પણ વધુ એલર્ટ થઈ ગયું છે.