અમદાવાદમાં ભારે વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા
અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયીઃ આજે પણ ભારે વરસાદની આગાહીથી મ્યુનિ. તંત્ર એલર્ટઃ નીચાણવાળા વિસ્તારો અને અંડરબ્રીજામાંથી પાણીના નિકાલની કામગીરી પુરજાશમાં |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલ રાત્રે તૂટી પડેલા ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયુ હતું અને કેટલાક સ્થળો પર સોસાયટીઓમાં પણ પાણી ઘુસી ગયા હતા જેના પરિણામે નાગરિકો રાતભર જાગતા રહયા હતા અનેક વાહનચાલકો પાણીમાં ફસાયેલા જાવા મળતા હતા હવામાન વિભાગે હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરતા સરકારી તંત્ર એલર્ટ થયું છે અને કોર્પોરેશનના અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાં યુધ્ધના ધોરણે મોડીરાતથી જ પંપો ગોઠવીને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી દીધી હતી
આ ઉપરાંત વહેલી સવારથી જ શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોને કાપીને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં સવારે પણ પાણી ભરાયેલા જાવા મળતા હતાં. હવામાન વિભાગે નવરાત્રિ સુધી રાજયભમાં વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહયો છે અમદાવાદ શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ છુટોછવાયો વરસાદ પડતો હતો
પરંતુ ગઈકાલ રાત્રે અચાનક જ વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડવાનોશરૂ થયો હતો રાત્રિના સમયે પડેલા ભારે વરસાદ વચ્ચે શહેરના નરોડા, સરસપુર, બાપુનગર, ઓઢવ, વેજલપુર, સરખેજ, હાટકેશ્વર, મણિનગર, અમરાઈવાડી, ઈસનપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ હતી
જેના પરિણામે કોર્પોરેશનનું તંત્ર સતર્ક બન્યું હતું. પાણી ભરાવાની શરૂઆત થતાં જ કોર્પોરેશનના કંટ્રોલ રૂમને તેની ફરિયાદો મળવાની શરૂ થઈ ગઈ હતી. કોર્પોરેશન વિભાગના અધિકારીઓએ આ વિસ્તારોમાં વરસાદ અટકે તે બાદ યુધ્ધના ધોરણે કામગીરી કરવા માટે પંપો તૈયાર કરી દીધા હતા.
અમદાવાદ શહેરમાં ગઈકાલ રાત્રે પડેલા ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હાટકેશ્વર તો બેટમાં ફેરવાઈ ગયું હતું ભારે વરસાદના પગલે મણિનગર સહિતના વિસ્તારોમાં નાગરિકો ચિંતીત બની ગયા હતાં સૌથી વધુ સરખેજ, વેજલપુર વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું હતું અને કેડ સમા પાણી ભરાઈ ગયા હતાં.
ભારે વરસાદ પડવાથી અમદાવાદ શહેરમાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતાં તોફાની પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતાં આ ઉપરાંત જુહાપુરા સહિતના વિસ્તારોમાં ભુવા પડવાના કારણે તાત્કાલિક કોર્પોરેશનનું તંત્ર એલર્ટ બન્યું હતું.
જાકે સ્થાનિક નાગરિકોએ ભુવા ની આસપાસ પતરા ગોઠવી દેતા મોટી હોનારત સર્જાતા અટકી ગઈ હતી. અમદાવાદ શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળતાં જ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ વહેલી સવારથી જ આ વૃક્ષોને કાપીને હટાવવાની કામગીરીમાં વ્યસ્ત જાવા મળતા હતાં બીજીબાજુ હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરતા કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયેલું છે અને નાગરિકોને કામ સિવાય ઘરની બહાર નહી નીકળવાની સુચના આપવામાં આવી છે.