અમદાવાદમાં ભીખ માંગનારા બાળકોની સંખ્યામાં વધારો
બાળકોના હાથમાં ફુગ્ગા, ચાવીનું કિચન અને નાના મોટા રમકડાં સહિત અન્ય વસ્તુઓ પોતાની પાસે રાખીને જે ચાર રસ્તા ઉપર ભીખ માંગતા હોય છે.
અમદાવાદ, ગુજરાતમાં લોકડાઉન બાદ સામાન્ય પરિવારોની હાલત ખૂબ જ કફોડી બની હતી. સામાન્ય પરિવારમાં એક સમય માટે ખાવાના પણ ફાંફા પડી ગયા હતા. તો બીજી તરફની વાસ્તવિકતા જોવા જઈએ તો બાળકોના રોડ પર ભીખ માંગવાના વારા આવી ગયા હોય તેવી પરિસ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. લોકડાઉન બાદ રાજ્યમાં ભીખ માંગવાની સંખ્યા સતત વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં તો બાળકોને પોતાના માતા પિતા ભીખ મંગાવવા માટે મજબૂર કરતા હોવાનું બહાર આવ્યુ છે.
લોકડાઉન બાદ અનેક પરિવારોની કફોડી હાલત બની છે. જેને લઇ અન્ય રાજ્યોમાંથી સામાન્ય મજૂરી અને શ્રમિકો ભીખ માંગવા માટે મજબૂર બન્યા છે. જેને લઇ અમદાવાદ પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે, ભીખ માંગવાની જગ્યાએ યોગ્ય કામ મળી રહે તે રીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. પરંતુ શ્રમિક કામદારો પોતાના બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે.
જેને લઇ પોલીસ દ્વારા ભીખ માંગતા બાળકોને રેસ્ક્યૂ કર્યા બાદ જિલ્લા બાળ અધિકારીને સોંપવામાં આવતા હોય છે. ત્યારબાદ તેઓ બાળકોના યોગ્ય ખરાઈ કર્યા બાદ તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરતા હોય છે
અને ત્યારબાદ માતા પિતા ન મળી આવે તો બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવે છે. જ્યાં તમામ બાળકોનો ઉછેર કરવામાં આવતો હોય છે. મહત્વનું છે કે, લોકડાઉન બાદ ભીખ માંગવાની સંખ્યામાં બાળકોનો સતત વધારો થવા જઈ રહ્યો છે. જેને લઇ તેઓ ભીખની સાથે સાથે ડ્રગ્સના રવાડે પણ ચઢી રહ્યા છે.
જેને રોકવા માટે થઈ શહેર પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના હાથ પણ કાયદાઓથી બંધાયેલા હોવાથી ભીખ માગનારા બાળકો સીધી રીતે ભીખ નથી માગતા જ્યારે કોઈ નાની-મોટી વસ્તુઓનું વેચાણ કરી ભીખ માગતા હોય છે. સામાન્ય રીતે બાળકોના હાથમાં ફુગ્ગા, ચાવીનું કિચન અને નાના મોટા રમકડાં સહિત અન્ય વસ્તુઓ પોતાની પાસે રાખીને જે ચાર રસ્તા ઉપર ભીખ માંગતા હોય છે.