અમદાવાદમાં “ભીલવાડા મોડેલ” નો અમલ જરૂરી
૭ર થી ૧ર૦ કલાકનાં મહા કરફ્યુથી સારા પરિણામ મળે તેવી શક્યતા જાતાં નિષ્ણાંતો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા વ્યાપને નિયંત્રણમાં લેવા માટે અગમચેકીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.જે વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવે છે તે વિસ્તારને કલસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવે છે. જ્યારે કોટ વિસ્તારને બફરઝોન જાહેર કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા સાવચેતી માટે જે કાર્યવાહી થઈ રહી છે તે પ્રશંસનીય છે તેમ છતાં ક્યાંક કોઈ કચાશ રહી જતી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
શહરેમાં કલસ્ટર કોરેન્ટાઈન અને બફરઝોનના કારણે મોટાભાગના નાગરિકોને ઘરમાં રહેવાની ફરજ પડી છે જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકડાઉનનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જાવા મળે છે. લોકડાઉનની મુદતમાં વધારો કર્યા બાદ પણ આ જ Âસ્થતિ રહે તો કોઈ નક્કર પરિણામ મળશે નહિં તેથી લોકડાઉનની મુદત પૂર્ણથાય તે પહેલાં ૭ર થી ૧ર૦ કલાકનો મહાકરફ્યુ ઉત્તમ સાબિત થાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે. અમદાવાદમાં ભીલવારા મોડેલના અમલ માટે પણ સુચન થઈ રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ વિભાગના કર્મચારીઓ ર૪ ટ ૭ ફરજ બજાવી રહ્યાં છે કોરોનાના સંક્રમણને અટકાવવા થર્મલ સ્કેનીંગ કલસ્ટર ક્વોરેન્ઝટાઈન, બફરઝોન જેવા પગલાં લેવામાં આવ્યા છે પરંતુ તે પણ અપૂરતા સાબિત થાય તેમ માનવામાં આવી રહ્યું છે. બફરઝોનના પ્રથમ દિવસ આઠ માર્ચે બપોરે ૧ર વાગ્યા સુધીમાં માત્ર કોટ વિસ્તારમાં અવરજવર કરતા દસ હજાર લોકોના ૧૩ ચેકપોસ્ટ પર સ્કેનીંગ કરવામાં આવ્યા હોવાનો દાવો મ્યુનિ. કોર્પોરેશને કર્યો છે. મ્યુનિ. કમિશ્નરનો દાવો સાચો હોય તો તે અત્યંત ભયંકર સાબિત થઈ શકે છ. કારણ કે આ ગણતરીના કલાકોમાં દસ હજાર લોકોની અવરજવરનો મતલબ લોકડાઉન અને ૧૪૪ કલમનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. તથા આટલી મોટી સખ્યામાં કોટ વિસ્તારમાં નાગરિકોની આવન-જાવનજ થતી હોય તો કોરોનાને રોકવો મુશ્કેલ બની શકે છે.
જેથી કોરોના અને નાગરિકો બન્નેને નિયંત્રણમાં લેવા માટે ૭ર થી ૧ર૦ કલાક મતલબ કે ત્રણ કે પાંચ દિવસ માટે સજ્જડ કરફ્યુનો અમલ જરૂરી બને છે. દેશ અને શહેરમાં ૧૪ એપ્રિલે લોકડાઉનની મુદત પૂર્ણ થાય છે ત્યારબાદ લોકડાઉનની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા પણ જાવા મળે છે. લોકડાઉનની મુદત પૂર્ણ થાય તે પહેલા બાકી રહેલા દિવસો દરમિયાન કરફંયુનો અમલ થાય તો મેદત લંબાવવાની શક્યતા ઓછી રહે છે. શહેરમાં ત્રણથી પાંચ દિવસ માટે મેડીકલ સુવિધા સિવાય તમામ પ્રકારની સેવાઓ બંધ કરવામાં આવે તથા નાગરિકો ૧૦૦ ટકા ઘરમાં જરહે તો કોરોનાના સંભવિત સંક્રમણને રોકવામાં મદદ થઈ શકે છે. બફરઝોન તથા કલસ્ટર ક્વોરેન્ટાઈન દરમ્યાન પણ લોકડાઉન ભંગ થઈ રહ્યો છે.
લોકડાઉનની મુદત લંબાવવામાં આવશે તો હાલ જે કોરોના વોરીયર્સ ફરજ બજાવી રહ્યાં છે તેમની માનસિક અને શારીરિક ક્ષમા પણ જવાબ માંગશે તે બાબત પણ સમજવી જરૂરી છે. તેથી લોકડાઉન મુદત લંબાવવાની સંભવિત શક્યતાને રોકવા માટે ૧૪ એપ્રિલ સુધી કરફ્યુનો અમલ થઈ શકે છે. દેશમાં સૌ પ્રથમ ‘ભીલવારા’ ને હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ભીલવારા જિલ્માં મહાકરફયુનો અમલ અને જીલ્લાની સરહદો સીલ કરવામાં આવ્યા બાદ ખૂબ જ સારા પરિણામ મળ્યા છે. તથા દેશભરમાં તેની પ્રશંસા પણ થઈ રહી છે. અમદાવાદ શહેરમાં પણ ભીલવારા મોડેલના અમલ થઈ શકે છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં લવામાં આવી રહ્યા છે.
પરંતુ નાગરિકો અને સામાજીક કાર્યકરોને પણ બહાર ફરતા રોકવા જરૂરી છે. ત્રણથી પાચ દિવસના કરફયુનો ચુસ્ત અમલ થાય તો સારા પરિણામમ મળવાની આશા રહે છે. ખેડા જીલ્લા કલેક્ટરે પણ આઠ માર્ચથી સવારે ૯-૩૦ બાદ ૧૦૦ ટકા લોકડાઉન ની જાહેરાત કરી છે. મેડીકલ સુવિધાને પણ નિયત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભીલવારા કે ખેડા મોડેલનો અમલ જરૂરી હોવાનું સુત્રો માની રહ્યાં છે.