અમદાવાદમાં મકાનોના વેચાણમાં ૩૬ર ટકાનો વધારો
નાઈટફ્રેક ઈન્ડીયાનો અર્ધવાર્ષિક અહેવાલઃ નવા પ્રોજેક્ટ લોેચીંગમાં ર૩૭% નો વધારો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેની સાથે ધંધા-વ્યાપારની સ્થિતિ પણ કફોડી થઈ ગઈ છે. સેકડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. પરિણામે જીવનનિર્વાહ માટેે છૂટક વ્યવસાય કરવા તરફ લોકો વધ્યા છે.
જાે કે ધંધા-પાણી લગભગ ઠપ્પ જ હોવા છતાં અને આવકના કોઈ મોટા સ્ત્રોત નહીં હોવા છતાં ઘર ખરીદીની બાબતે અમદાવાદીઓ મોટા શહેરો કરતા પણ આગળ રહ્યા છે. મુંબઈ, પૂના, બેગ્લોર કરતા પણ ઘર ખરીદીના મુદ્દે અમદાવાદનો ગ્રોથ ઉંચો રહ્યો છે. દેશની જાણીતી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેક ઈન્ડીયાના અર્ધ વાર્ષિક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં એપ્રિલ-જૂન ર૦ર૧ દરમ્યાન કોરોના પીક પર હોવા છતાં મકાનોના વેચાણ ગત વર્ષ કરતા ૩૬ર% નો વધારો થયો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ ગ્રોથ મુૃબઈ, પૂણે અને બેગ્લોર જેવા મોટા શહેરો કરતા પણ વધારે છે. આના પરથી અંદાજ આવી શકે છે કે રીયલ એસ્ટેટમાં ખરીદી અગર તો રોકાણને લઈને અમદાવાદના નાગરીકોમાં કેટલો ઉત્સાહ છે. ચાલુ વર્ષે જાન્યુઆરી- માર્ચ વચ્ચે મકાનોનું વેચાણ એકંદરે સુધર્યુ હતુ.
પરંતુ એપ્રિલમાં કોરોનાની બીજી લહેરને કારણે ગ્રોથને ફટકો પડ્યો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી પ્રતિ યુનિટે ભાવ રૂા.ર૮૦૦ની આસપાસ સ્થિર રહેતા અને જૂન સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થયો હતો. કોરોનાકાળ હોવા છતાં શહેરીજનો તરફથી મકાનોમાં રોકાણ કરવામાં આવ્યુ હતુ કે પોતાના માટે નવા ઘરની ખરીદી કરાઈ હતી.
એપ્રિલ-જૂન ર૦ર૦ દરમ્યાન અમદાવાદમાં માતર રપર ઘર વેાયા હતા. તેની સામે આ વર્ષે બીજી લહેર દરમ્યાન ૧૧૬૩ મકાનોનું વેચાણ થયુ હતુ. આમ, તો હાઉસિંગ ક્ષેત્રે અનેક મોટી મોટી સ્કીમો આવી છે. પરંતુ સૌથી વધારે વેચાણ મધ્યમ- ઉચ્ચત્તર મધ્યમવર્ગના સેગમેન્ટમાં થયુ હતુ.
અમદાવાદમાં જે મકાનોનું વેચાણ વધ્યુ છે તેમાં ન્યુ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોેટેરામાં સૌથી વધારે છે. આ તમામ વિસ્તારોમાં મધ્યમ વર્ગના બજેટમાં આવે એ પ્રકારે મકાનોના ભાવ જાેવા મળે છે. સામાન્ય રીતે ૩પ લાખથી રૂા.પ૦ લાખ સુધીના બજેટ મધ્યમ વર્ગ- ઉચ્ચતર મધ્યમ વર્ગને પોષાય એમ હોય છે. અને તેથી જ આ વિસ્તારો પર મધ્યમ વર્ગની નજર પડી છે. તેથી આ તમામ વિસ્તારોમાં નવી નવી સ્કીમોેમાં ખરીદી વધી હોવાનું તારણ બહાર આવ્યુ છે.
અત્યાર સુધી પશ્ચિમના બોપલ,શીલજ, પ્રહ્લાદ નગર, એસ.જી.હાઈવે, સાયન્સ સીટી સહિતના વિસ્તારોમાં ઘર ખરીદવાનું લોકો પસંદ કરતા હતા. પરંતુ આ વિસ્તારોમાં મકાનના ભાવોમાં એકંદરે વધારો થવાથી મધ્યમ વર્ગ અન્ય વિસ્તારો પર પોતાની ખરીદીનું ફોક્સ કેન્દ્રીત કર્યુ છે. તેની સામેે ઉત્તર અમદાવાદના મોેટેરા, ચાંદખેડા, ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ જેવા વિસ્તારો આગળ આવ્યા છે. જાન્યુઆરીથી જૂન દરમ્યાન અમદાવાદમાં જે મકાનો વેચાયા છે તેમાં સૌથી વધારે વેચાણ ઉત્તર અમદાવાદમાં થયુ છે.
નાઈટ ફ્રેકના અભ્યાસ અનુસાર જે મકાનોના વેચાણ થયા છે તેમાં એફોર્ડબેલ સેગમેન્ટમાં રૂા.પ૦ લાખ સુધીના ઘરના વેચાણનો શેર (હિસ્સો) સૌથી વધારે રહ્યો છે. કુલ વેચાણમાં તેની ૭૦ ટકા હિસ્સેદારી છે. રૂા.પ૦ લાખથી ૧ કરોડથી વધુની કિંમતના મકાનો વેચાયા છે તેમાં માત્ર ૮ ટકા જ શેર (હિસ્સો) છે.
મતલબ એ થયો કે કોઈપણ બાબતમાં ખરીદીમાં મધ્યમ વર્ગ-ઉચ્ચત્તર મધ્યમ વર્ગનો મોટો હિસ્સો જાેવા મળે છે. અને તેેથી જ રિયલ એસ્ટેટના મોટા મોટા માથાઓ તેમની સ્કીમો મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને મુકે છે.
બીજી તરફ બિલ્ડર લોબી પણ કોરોનાનો ગ્રાફ ઘટતા સક્રિય થઈ ગઈ છે. મોટાભાગની સાઈટો પર કોરોનાને કારણે વતન જતા રહેલા કારીગરો પરત ફરતાં અનેક કન્સ્ટ્રકશન સાઈટ ધમધમતી થઈ ગઈ છે. જાન્યુઆરીથી જૂન-ર૦ર૦ ની સરખામણીએ ર૦ર૧માં નવા પ્રોજેક્ટ લોંચીંગમાં લગભગ ૧૩ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષના ર૬ર૭ યુનિટ સામે ચાલુ વર્ષે ૬રર૬ યુનિટ લોંચ થયા છે. આનો સીધો અર્થ એ કે રીયલ એસ્ટેટ ધીમે ધીમે પોતાના ટ્રેક પર પરત ફરી રહ્યુ છે.