Western Times News

Gujarati News

અમદાવાદમાં માત્ર ચાની કીટલીઓ જ બંધ કરાવામાં આવતાં મ્યુનિ.ની કામગીરી ઉપર સવાલો થયા

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લાં ૧૦ દિવસથી સતત કોરોનાના (Corona Covid-19 cases) કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનાં પરીણામે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી સતત ૧૩૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. જેનાં પરીણામે રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. અનલોકમાં અપાયેલી છૂટછાટોનાં કારણે તથા નાગરીકો ગાઈડલાઈનનું પાલન નહીં કરતાં કોરોના વાઈરસ બેકાબૂ બનવાં જઈ રહ્યો છે. ગુજરાત કેબીનેટની (Gujarat State cabinet meet) આજે મળેલી બેઠકમાં કોરોના વાઈરસનાં મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. જેમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે.

આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન્સનું (as per government guidelines) ચુસ્તપણે પાલન થાય તે માટે સંબંધિત વિભાગનાં અધિકારીઓને ખાસ આદેશો આપવામાં આવ્યાં છે. ચાની કિટલીઓ ઉપર લોકો એકત્ર થતાં હોવાથી તથા અન્ય જાહેર સ્થળોએ ચાંપતી નજર રાખવા જણાવવામાં આવ્યું છે. જેનાં પગલે આજે સવારથી જ શહેરમાં પોલીસની જુદી-જુદી ટીમો તપાસ કરી રહી છે. અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જણાય તેવી કિટલીઓને બંધ કરાવામાં આવી રહી છે.

શહેરનાં તમામ વિસ્તારોમાં ચાની કિટલીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાેકે ચાની કિટલીઓ ઉપરાંત અન્ય કેટલાંક ધંધાના એવા સ્થળો છે કે જ્યાં લોકો એકત્ર થતાં હોય છે પરંતુ માત્ર ચાની કીટલીઓને જ ટાર્ગેટ કરવામાં આવતાં મ્યુનિ. કોર્પાેરેશનની (AMC Ahmedabad Municipal Corporation) કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.