અમદાવાદમાં માત્ર સાત દિવસમાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો : મૃત્યુની સંખ્યા પણ બમણી થઈ
સાત દિવસમાં સેમ્પલની સંખ્યા બમણી થઈ
અમદાવાદ: કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદ માં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1501 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 62 છે અને કુલ 86 લોકો સારવાર લીધા બાદ ડિસ્ચાર્જથયા છે. કોરોના ના વધી રહેલા કેસ માટે સેમ્પલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાના દાવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જે બાબત નો સો ટકા સ્વીકાર થઈ શકે તેમ નથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે જ્યારે કેસની સંખ્યા મા ત્રણ સો ટકા કરતા પણ વધુ વધારો જોવા મળ્યો છે કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કર્ફ્યુનો અમલ પણ થઈ રહ્યો છે તેમ છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથી
તેમજ શહેરમાં કોરોનાના નવા પોકેટ ખુલી રહ્યા છે તેમજ એકાદ-બે વિસ્તારની બાદ કરતા સમગ્ર શહેર કોરોના સકંજામાં આવી ગયું છે 22 એપ્રિલ ના છેલ્લા રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાના કુલ 1482 કેસ કન્ફર્મ થયા છે. જેની સામે 15 એપ્રિલ સુધી માત્ર ૪૩૩ પોઝિટિવ કેસ જાહેર થયા હતા આમ સાત દિવસમાં જ કેસની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે તેવી જ રીતે મૃત્યુની સંખ્યામાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે
અમદાવાદ શહેરમાં કોરોના ના વધી રહેલા કેસ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે અમદાવાદની બીજું મુંબઈ બનતું અટકાવવા માટે ઉચ્ચકક્ષાએથી તમામ પ્રયાસ થઈ રહ્યા છે તેમ છતાં કેસની સંખ્યામાં ઘટાડો થતું નથી મ્યુનિસિપલ કમિશનર તેમના સ્વભાવ મુજબ રોજ નવા નવા દવા કરી રહ્યા છે પરંતુ કેસ અને મૃત્યુ ના આંકડા વાસ્તવિકતા જાહેર કરે છે
મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ સેમ્પલ ની સંખ્યા માં વધારો કરવાથી કેસ વધી રહ્યા છે જે બાબત તદ્દન સાચી પણ નથી છેલ્લા એક સપ્તાહમાં આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ૧૪ એપ્રિલ સુધી 6595 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેની સામે કેસની સંખ્યા માત્ર ૩૫૭ હતી 15 એપ્રિલે સેમ્પલ ની સંખ્યા વધીને 7607 થઈ હતી જ્યારે કેસની સંખ્યા ૪૩૩ પહોંચી હતી 20 એપ્રિલ સુધી કુલ 14503 સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા
જેની સામે કુલ ૧૧૬૮ પોઝિટિવ કેસ કન્ફોર્મ થયા હતા જ્યારે 22 એપ્રિલ સુધી સેમ્પલ ની સંખ્યા 15920 થઈ હતી જ્યારે કોરોના દર્દીઓની સંખ્યા 1,487 સુધી પહોંચી છે આમ 15 એપ્રિલ ની સરખામણીમાં 22 એપ્રિલ સુધી સેમ્પલ ની સંખ્યા બમણી થઇ છે જ્યારે કેસની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે એપ્રિલ મહિનાની શરૂઆતથી કેસની સંખ્યા જોવામાં આવે તો ૧ એપ્રિલે માત્ર ૨૯ કેસ નોંધાયા હતા તથા ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા ત્યારબાદ ૭ એપ્રિલે કેટલી સંખ્યા વધી ને ૭૬ થઈ હતી જ્યારે ૧૧ એપ્રિલે કેસની સંખ્યા ૨૨૫ અને ૧૨ એપ્રિલે ૨૭૯ હતી આમ ૧ એપ્રિલથી 10 એપ્રિલ સુધી સેમ્પલ ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો ન હતો
તેમ છતા કેસની સંખ્યામાં દસ ગણો વધારો થયો હતો પ્રાપ્ય માહિતી મુજબ ૪ એપ્રિલથી 7 એપ્રિલ સુધી કોર્પોરેશને 1270 સેમ્પલ લીધા હતા શહેરમાં કોરોના દર્દીઓની સાથે મૃત્યુના આંખમાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે ૧ એપ્રિલે માત્ર ૩ મૃત્યુ નોંધાયા હતા જ્યારે ૧૬ એપ્રિલે મૃતકો ની સંખ્યા વધીને ૧૭ થઈ હતી ૧૯ એપ્રિલે આ આંકડો વધીને ૩૧ થયો હતો જ્યારે ૨૨ એપ્રિલે કુલ ૬૧ વ્યક્તિના મૃત્યુ થયા છે આમ છેલ્લા એક સપ્તાહમાં કેસની જેમ મૃત્યુ ના આંક માં પણ ૨૦૦ ટકાનો વધારો થયું છે જે બાબત શહેરીજનો અને તંત્ર માટે ચિંતાનો વિષય બની છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના નિયંત્રણમાં લેવા માટે ૮ એપ્રિલથી કોટ વિસ્તાર બફર જોન જાહેર કરવામાં આવ્યું છે તેમજ 14 એપ્રિલથી કર્ફ્યુનો અમલ પણ થઈ રહ્યો છે તેમ છતાં hotspot વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે ખાસ કરીને કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયું છે દેશના ૨૦ કરતાં પણ વધુ રાજ્યોમાં કોટ વિસ્તાર કરતા કેસની સંખ્યા ઓછી છે 22 એપ્રિલ સુધીના આંકડા મુજબ જોઈએ તો મધ્ય ઝોનમાં ૬૮૫ કેસ નોંધાયા છે
જ્યારે દક્ષિણ ઝોનમાં 434 પશ્ચિમ ઝોનમાં ૧૨૮ કેસ કન્ફોર્મ થયા છે આંકડા પરથી એ સાબિત થઇ રહ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન lockdown અમલ તથા કોરોના ને હરાવવા માટે ની નક્કર કામગીરી માં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે મ્યુનિસિપલ કમિશનરે છેલ્લા દોઢ મહિનામાં જે પણ દાવા કર્યા હતા તે તમામ ખોટા સાબિત થયા છે તથા તેમના દ્વારા લેવામાં આવેલ કોઈપણ પગલાં કારગત સાબિત થયા નથી તેવી જ રીતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ અગ્રવાલ કે જેઓ હેલ્થ વિભાગ સંભાળી રહ્યા છે તેમની નિષ્ફળતા પણ ઉડી ને આંખે વળગે તેવી છે તેમ નિષ્ણાતો માની રહ્યા છે