અમદાવાદમાં માસ્ક વગર ફરતા પકડાયેલ ૨૫૬માંથી ૯ પોઝિટિવ
અમદાવાદ, દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. વધારે પ્રમાણમાં કોરોના વધતા સરકારે અમદાવાદમાં કરફ્યૂ આપ્યો હતો છતા પણ હજી અમદાવાદીઓ પોતાની બેદરકારી બતાવી રહ્યા છે.
ત્યારે અમપા દ્વારા અમદાવાદમાં જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમપાએ ૨૫૬ લોકોના ટેસ્ટ કર્યા હતા જેમાથી ૯ લોકો પોઝિટિવ આવ્યા હતા. આ ૯ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા તો અન્ય લોકોની પાસેથી એક-એક હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યા હતા. અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાથી અમપા દ્વારા ૨૫૬ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી ૯ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દીઓમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.