અમદાવાદમાં મુખ્યમંત્રી રૂા.૭૭૦ કરોડના પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ- ખાત મર્હુત કરશે
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આડે ગણત્રીના મહીના બાકી રહયા છે તેવા સંજાેગોમાં પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે શાસકપક્ષ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહયા છે. લોકડાઉન બાદ વધી રહેલી આર્થિક મુશ્કેલીના કારણે નવા પ્રોજેકટો પર હાલ પુરતી બ્રેક લગાવવામાં આવી છે તેથી છેલ્લા ત્રણ-ચાર મહીનામાં પુર્ણ થયેલ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ કરવા અને મંજુર થયેલ કાર્યોના ખાત મર્હુત કરવા માટે સત્તાધારી પાર્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આગામી ૧૧ ઓગસ્ટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અંદાજે રૂા.ર૪૦ કરોડના ખર્ચથી પુર્ણ થયેલા કામોના ઓનલાઈન લોકાર્પણ થઈ શકે છે. જયારે રૂા.પપ૦ કરોડના મંજુર થયેલ કામના ખાતમર્હુત પણ કરવામાં આવે તેવી શકયતા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ લોકડાઉન દરમ્યાન ડ્રેનેજ, વોટર, બ્રીજ સહીતના કામો ચાલી રહયા હતા આ કામો પુર્ણતાના આરે હોવાથી તેના લોકાર્પણ કરવામાં આવશે જેમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગના રૂા.૮૭.૪૪ કરોડના ખર્ચથી પુરા થયેલ ચાર કામ, હાઉસીંગ પ્રોજેકટ અંતર્ગત પાલડી, લાંભા અને સાબરમતી વોર્ડમાં રૂા.૯૪.૦પ કરોડના ખર્ચથી પુરા થયેલ ત્રણ કામ મુખ્ય છે.
તદ્પરાંત વોટર પ્રોજેકટ અંતર્ગત ગોતા, નિકોલ, કુબેરનગર અને પાલડીમાં કુલ રૂા.પ૯.૦૪ કરોડના કામ કરવામાં આવ્યા છે તેનો પણ લોકાર્પણની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે પૂર્વઝોનમાં રૂા.૭૮ લાખના ખર્ચથી બતાવવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર, ઈસનપુરમાં રૂા.ર૯ લાખના ખર્ચથી તૈયાર થયેલ સીનીયર સીટીઝન પાર્ક તેમજ રીટ્ઝ હોટેલ કેમ્પસમાં રૂા.૧.૧પ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ કન્શેસન ઓફીસનું પણ લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતા છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પહેલા પ્રજાલક્ષી કામો શરૂ થાય તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવી રહયુ છે. તેથી રૂા.પ૯૦.૦૭ કરોડના કાર્યોનું ઓનલાઈન ખાત મર્હુત પણ કરવામાં આવશે. જેમાં હાઉસીંગ પ્રોજેકટના ૧ર કામ, વોટર પ્રોજેકટના ૦પ, ડ્રેનેજ પ્રોજેકટના ૦૪ તથા બ્રીજ પ્રોજેકટના ૦ર કામ મુખ્ય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાણીપ અને સરખેજ વિસ્તારમાં રેલ્વે ક્રોસીંગ પર રેલ્વે ફલાય ઓવર બનાવવામાં આવશે. જયારે સોલા બ્રીજથી સરદાર પટેલ રીંગરોડ સુધી જનમાર્ગ કોરીડોર અને ૦૬ બસ શેલ્ટરના કામનું પણ ખાતમર્હુત કરવામાં આવશે. સદર પ્રોજેકટ માટે રૂા.૩૪.૭૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જુની બંસીધર મીલ (શાયોના ડમ્પ)ની ર૦ ટકા લેખે મળેલી કપાત જગ્યામાં રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે. જેના માટે રૂા.૧૪.ર૩ કરોડના ખર્ચનો અંદાજ છે. આ કામનું પણ ઓનલાઈન ખાતમર્હુત થઈ શકે છે જયારે ઝોનલ બજેટમાંથી મંજુર કરવામાં આવેલા દસ કામના ખાત મર્હુત થશે. જેમાં પૂર્વ ઝોનના ૦૩, દક્ષિણ ઝોનના ૦૪ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ૦૩ કામોનો સમાવેશ થાય છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઔડા વિસ્તારના કામોનો પણ ખાત મર્હુત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે
જેમાં કલોલમાં રૂા.ર.૦પ કરોડના ખર્ચથી તૈયાર થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મહેમદાવાદમાં રૂા.ર૦.૦૪ કરોડના ખર્ચથી મંજુર થયેલ ઓડીટોરીયમ, મણીપુર- ગોધાવી પમ્પીંગ સ્ટેશન માટે રૂા.૧ર.૦૬ કરોડ તથા બોપલ ફાયર સ્ટેશનના ખાત મર્હુત કરવા માટે નિર્ણય થયો છે. મ્યુનિ. કોર્પોરેશને રૂા.ર૪૩.૧૧ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ૧૪ કામના લોકાર્પણ અને રૂા.પ૯૦.૦૭ કરોડના મંજુર થયેલ ટેન્ડર કામોના ખાતમુર્હુત માટે યાદી તૈયાર કરવામાં આવી છે. જે પૈકી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સોશ્યલ મીડીયમના માધ્યમથી રૂા.૧૮૦.ર૦ કરોડના કુલ ૧ર કામના લોકાર્પણ અને રૂા.પ૯૦.૬૯ કરોડથી તૈયાર થનાર ૪૧ પ્રજાલક્ષી કામોનું ખાતમર્હુત કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી લીલીઝંડી મળ્યા બાદ તેની વિધિવત જાહેરાત થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.