Western Times News

Gujarati News

અમદાવાદમાં મુખ્યમંત્રી રૂ ૧૩૫૦ કરોડના કામોનું લોકાર્પણ – ખાતમુર્હુત કરશે

બે ફલાયઓવરના લોકાર્પણ, બે ફલાયઓવરના ભૂમિપૂજન, રીવરફ્રન્ટ ફેઝ-ર નુૃ ભૂમિપૂજન તેમજ જનમાર્ગમાં ઈલેેકટ્રીક બસોનું લોકાર્પણ

રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર અને વિરાટનગર ફલાય ઓવરનું લોકાર્પણ તેમજ  ઘોડાસર જંકશન અને પલ્લવ જંકશન પાસે ખાત મુહુર્ત 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે મ્યુનિસિપલ સતાધીશો અને વહીવટી તંત્ર વધુ એક વખત પ્રજાલક્ષી કામો કરવા સક્રિય બની રહ્યા છે. ગૃહમંત્રીએ બે દિવસ અગાઉ વટવા અને ઈસનપુર વોર્ડના નાગરીકો માટે વૉટર ડીસ્ટ્રી. સ્ટેશનના લોકાર્પણ કર્યા હતા.

જેના કારણે વિસ્તારના અંદાજે ૭૦ હજાર નાગરીકોના પાણીની સમસ્યા પણ હલ થશે. જ્યારે આગામી તા.ર૮મી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંદાજે રૂા.૧૩પ૦ કરોડના પ્રજાલક્ષી કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરશે. જેમાં બે ફલાયઓવરના લોકાર્પણ, બે ફલાયઓવરના ભૂમિપૂજન, રીવરફ્રન્ટ ફેઝ-ર નુૃ ભૂમિપૂજન તેમજ જનમાર્ગમાં ઈલેેકટ્રીક બસોનું લોકાર્પણ રહેશે.

ગાંધીનગર-સરખેજ હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ પામેલ ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ નિતીનભાઈ પટેલે કર્યું હતું. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સતત બે મહિનાથી કોરોનાની સાથે સાથે પ્રજાકીય સુવિધાના કામો પણ કરી રહ્યા છે. જેના કારણે લગભગ રૂા.રપ૦ કરોડના કામ પૂર્ણ થયા છે. જેનુૃ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યા અનુસાર ર૮મીએ સવારે ૧૧ વાગ્યે ઓનલાઈન લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રીના હસ્તે રાજેન્દ્રપાર્ક ફલાય ઓવર અને વિરાટનગર ફલાય ઓવર ખુલ્લા મુકવામાં આવશે. રાજેન્દ્ર પાર્ક બ્રિજ પેટે રૂા.૬૮.પપ કરોડ તેમજ વિરાટનગર બ્રિજ માટે રૂા.૩૬ે.પ૦ કરોડનો ખર્ચ થયો છે.  આ ફલાયઓવરના લોકાર્પણ બાદ નારોલ-નરોડા રોડ ઉપર ટ્રાફિક સમસ્યા હળવી બનશે. પશ્ચિમ ઝોનમાં વાડજ સર્કલ પાસે રૂા ૧૯.૧૬ કરોડ તેમજ ઉત્તર ઝોનમાં નાના ચિલોડા પાસે રૂા.૧૭.૦૩ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવલા વૉટરડીસ્ટ્રીબ્યુશન પ્રજાના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવશે.

મ્યુનિસિપલ બગીચા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાર બગીચાનુૃં પણ લોકાર્પણ મુખ્યમંત્રી કરશે. જેમાં થલતેજ વોર્ડમાં રૂા.૩૭ લાખના ખર્ચથી તૈયાર થયેલા ઓક્સિજનપાર્ક અને ઉગતી લેક પાસે રૂા.૬૦ લાખ અને સિંધુ ભવન રોડ ઉપર રૂા.૪.૭૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલા બગીચાનો સમાવેશ થાય છે.

મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ર૦૧૯માં ૬૦૦ ઈલેકટ્રીક બસ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ર૦ર૦ માં કોરોનાના કારણે આર્થિક સંકડામણના કારણે ૩૦૦ બસના ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા. જયારે બાકી ૩૦૦ બસ પૈકી પ૦ બસોની ડીલીવરી જનમાર્ગ લીમીટેડને મળી છે. જેનુૃં લોકાર્પણ પણ મુખ્યમંત્રી કરશે. જનમાર્ગ દ્વારા રૂા.૭૦.પ૦ કરોડના ખર્ચેથી પ૦ બસોની ખરીદી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ર૮મી તારીખે રૂા.૧૧૦૦ કરોડના કામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યા અનુસાર ર૦ર૦-ર૧ના બજેટમાં જાહેર કરવામાં આવેલા ફલાયઓવર પૈકી ઘોડાસર જંકશન અને પલ્લવ જંકશનની મંજુંરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.તેથી આ બંન્ન ફલાયઓવરના ખાતમુહુર્ત કરવામાં આવશે.

ઘોડાસર જંકશન ફલાયઓવર રૂા.૮૧.૧૭ કરોડ તેમજ પલ્લવ જંકશન સ્પ્લીટ ફલાયઓવર રૂા.૧૧૬.૯૪ કરોડના ખર્ચથી તૈયાર થશે. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રૂા.૮પ૦ કરોડના ખર્ચથી ફેઝ-ર ના કામ કરવાના છે. જેમાં ડફનાળાથી ઈન્દીરાબ્રિજ સુધીનો રોડ અને પાવર હાઉસથી એરપોર્ટ સર્કલ બ્રિજ મુખ્યમ છે. મુખ્યમંત્રી રીવરફ્રન્ટ ફેઝ-રના કામોનું પણ ભૂમિપૂજન કરશે. તદુપરાંત વસ્ત્રાલયમાં રૂા.પ૧.૦૭ કરડના ખર્ચથી તૈયાર થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.