અમદાવાદમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૦૨ કેસ-૭ મરણ
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.તેમજ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન શહેરમાં માત્ર ૨૦૨ કેસ નોંધાયા છે. આમ, શહેરમાં સતત ૧૦માં દિવસે ૨૫૦થી ઓછા કેસ નોંધાયા છે સાથે સાથે મૃત્યુ પણ ઘટી રહ્યા છે. અમદાવાદમાં ૧ જુલાઈની સાંજથી ૨ જુલાઈની સાંજ સુધી શહેરમાં ૨૦૨ જ્યારે જિલ્લામાં ૯ કેસ નોંધાયા છે. શહેરમાં ૧ જુલાઈએ ૨૦૮ કેસ અને ૮ મૃત્યુ નોંધાયા હતા. જેની સામે ૧૯૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. અમદાવાદમાં ૨૭એપ્રિલે ૫ દર્દીના મોત નોંધાયા હતા
ત્યાર બાદ મોતમાં ઉત્તરોતર વધારો જોવા મળ્યો હતો .આમ ૬૭ દિવસ બાદ પહેલીવાર ૨૪ કલાકનો મૃત્યુઆંક ૮થીનીચે એટલે કે ૭નો રહ્યો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ૫ વાર ૧૦થી નીચે મોત નોંધાયા છે. શહેરમાં લગભગ બે મહિના પછી છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો આંકડો ૨૦૦ નીચે જઈ રહ્યો હતો જે આજે ફરી ૨૦૦ને પાર થયો છે. આ પહેલા ૨૭ જૂને૧૯૭ અને ૨૮ જૂને ૧૯૮ કેસ નોંધાયા હતા. ૨૬ જૂને ૮ મોત, ૨૭ જૂને ૧૦ મોત, ૨૮ જૂને ૧૩ મોત, ૨૯ જૂને ૯, ૩૦ જૂને ૯ દર્દીના, ૧જુલાઈએ ૨૦૮ કેસ અને ૮ મોત થયા હતા જ્યારે ૨જુલાઈએ ૨૦૨ કેસ અને ૭ દર્દીના મોત થયા છે. આમ ૭ દિવસમાં પાંચ વખત ૧૦થી ઓછા મોત નોંધાયા છે.