Western Times News

Gujarati News

અમદાવાદમાં મૃત વ્યક્તિના નામે થયું ૧૫૦ કરોડનું કૌભાંડ

અમદાવાદ, અમદાવાદમાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજાે રજુ કરી ખોલેલા બેંક અકાઉન્ટમાં કરોડોના વ્યવહાર થતા સ્ટેટ જીએસટીની ટીમ પણ ચકરાવે ચડી છે, તો બીજી તરફ ૩ વર્ષ બાદ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્યારે જાેવાનું એ રહ્યું કે પોલીસની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. અમદાવાદના શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કે મૃત વ્યક્તિના નામે બોગસ ભાડા કરાર બનાવી સરકાર અને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. શાહપુરના રહેવાસી અને દરજી કામ કરતા વાસુભાઈ તિવરે ફરિયાદ નોંધાવી છે કે, તેમણે બેંક અકાઉન્ટ ખોલવા માટે જે દસ્તાવેજાે આપ્યા હતા. તેનો ખોટો ઉપયોગ કરી તેમના મૃત પિતાના નામે ખોટા ભાડા કરાર બનાવી વાસુદેવ ટ્રેડર્સના નામે અકાઉન્ટ ખોલી કરોડોના વ્યવહાર કરવામાં આવ્યા છે.

જે અંગે જીએસટી વિભાગની નોટીસ આપતા મામલો સામે આવ્યો છે. જે અંગે શાહપુર પોલીસે પંકજ રાજપુત વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડાના રહેવાસી આરોપી પંકજ રાજપુતે ફરિયાદીને બેંકમાથી ૫ લાખની લોન અપાવવાના બહાને બેંકનુ ખાતુ ખોલાવી ૧૫૦ કરોડના વ્યવહારો કર્યા છે.

સાથે જ તેમના પિતાના મૃત્યુના ૪ મહિના બાદનુ ભાડા કરાર રજૂ કરાયું હતું. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે. આ ઉપરાંત ૧૫૦ કરોડના વ્યવહારો અંગે રાજ્ય સરકાર સાથે પણ ટેક્સ ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે શાહપુર પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદી અને રાજ્ય સરકાર સાથે છેતરપિંડીના આ ગુનામાં ૩ વર્ષની લડત બાદ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ ૩ મહિના વિત્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે આ કેસમાં પંકજે અન્ય ૩ લોકોની સાથે પણ છેતરપિંડી કરી હોવાનુ સામે આવ્યું છે. હવે તો પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જાેવુ મહત્વનુ બન તેવું લાગી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.