અમદાવાદમાં મેટ્રો પિલ્લર પર વર્ટીકલ વૃક્ષારોપણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ગ્રીન કવચમાં વધારો કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં નવા વૃક્ષો લગાવવામાં આવે છે. ર૦ર૪ના વર્ષમાં વિવિધ સ્થળોએ મળી કુલ ૩૦ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા હતાં. શહેરનો વર્ટીકલ વિકાસ થઈ રહયો હોવાથી હવે નવા વૃક્ષ કે બગીચા પણ વર્ટીકલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ શહેરના વિકાસને અનુરૂપ હવે વૃક્ષારોપણ પણ વર્ટીકલ કરવામાં આવી રહયા છે જેની શરૂઆત હેલ્મેટ સર્કલ પરથી કરવામાં આવી છે. પ્રાથમિક ધોરણે હેલ્મેટ સર્કલ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે તેમજ પકવાન સર્કલ પર આ પધ્ધતિથી જ વર્ટીકલ વૃક્ષ લગાવવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.