અમદાવાદમાં મેલેરિયાનો ઉપદ્રવઃ લાંભા, વટવા, ગોમતીપુરમાં સૌથી વધુ અસર
અમદાવાદ, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પો.ના સત્તાવાળાઓએ જે તે વોર્ડના કોર્પોરેટરોને સાથે રાખી મચ્છર નાબુદી માટેની એક દિવસીય ડ્રાઇવ કરી હતી, જાકે એક દિવસની ડ્રાઇવ બાદ હવે શાસક પક્ષના કોર્પોરેટરો સભ્ય નોંધણી ઝુંબેશમાં વ્યસ્ત છે. બીજી તરફ શહેરના રસ્તા પર ના ખાડા વરસાદી પાણીથી ભરાયેલા છે ચોતરફ કાદવ-કીચડ જાવા મળે છે, જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધીને ઘેર ઘેર મેલેરિયાના દર્દી જાવા મળી રહ્યા છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગોમતીપુર, લાંભા અને વટવા મેલેરિયાગ્રસ્ત છે.
ચાલુ ઓગસ્ટ મહિનાના પ્રથમ દસ દિવસમાં તંત્રના ચોપડે સાદા અને ઝેરી મેલેરિયાના મળીને મેલેરિયાના કુલ ૪૧૪ કેસ નોંધાયા છે, જાકે ખાનગી દવાખાના અને હોÂસ્પટલમાં આનાથી ત્રણ ગણા કેસ નોંધાયા હોઇ પહેલા ૧૦ દિવસમાં શહેરમાં મેલેરિયાના ૨૫૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તેમ છતાં હજુ ઇન્ટ્રા રેસિડ્યુઅલ સ્પ્રેનાં ઠેકાણાં નથી. તંત્રના સત્તાવાર આંકડા મુજબ ગોમતીપુરમાં ૫૦ થી વધુ, લાંભામાં ૩૮થી વધુ, વટવામાં ૩૫થી વધુ મેલેરિયાના કેસ ચોપડે ચડ્યા છે.
ઝોનવાઇઝ મેલેરિયાના કેસની વિગત જાતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૩૦ કેસ, ઉત્તર ઝોનમાં ૬૪, પૂર્વ ઝોનમાં ૧૦૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમા ૬, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૫, મધ્ય ઝોનમાં ૧૮ કેસ નોંધાઇ ચૂક્યા છે. ઝેરી મેલેરિયાના કેસ વેજલપુર, સરખેજ, વટવા, બહેરામપુરા અને લાંભામાં જાવા મળ્યા છે. શહેરીજનો મચ્છરજન્ય રોગચાળાથી પીડાઇ રહ્યા તેવા વિષમ સંજાગોમાં અડધુ ચોમાસુ વીત્યા બાદ મ્યુનિ. સત્તાવાળાઓએ ઇન્ડોર ફોગિંગ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
૭૫ પોર્ટેબલ ફોગિંગ મશીનથી બે એજન્સીને રોજના પ્રતિમશીન ૨૦૦ ઘર ફોગિંગ કરવાની કામગીરી સોંપવાની દિશામાં હિલચાલ હાથ ધરાઇ છે. જાણકાર સૂત્રો કહે છે, તંત્ર દ્વારા દરરોજ ૧૨,૦૦૦ ઘરમાં ફોગિંગ કરાશે તેવો દાવો કરાયો છે. તેમ છતાં માંડ બે કે ત્રણ મહિના માટે ઇન્ડોર ફોગિંગની કામગીરી સોંપાનાર હાઇ શહેરના ફક્ત દસેક લાખ ઘરને ઇન્ડોર ફોગિંગ હેઠળ આવરી લેવાશે એટલે ૪૦ ટકાથી વધુ ઘર ઇન્ડોર ફોગિંગથી બાકાત રહેશે.