અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરવા પહોંચશે : ટ્રમ્પ
નવી દિલ્હી: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઐતિહાસિક યાત્રાએ પહોંચી રહ્યા છે. તેમની યાત્રાને લઇને અમદાવાદ અને દિલ્હી બંને જગ્યાઓએ જારદાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ અમદાવાદ યાત્રાને લઇને ભારે આશાવાદી બનેલા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવતા પહેલા જુદા જુદા દાવા કરવાનો સિલસિલો પણ જારી રાખ્યો છે.
હવે ટ્રમ્પના સ્વાગતમાં કેટલા લોકો પહોંચશે તેને લઇને સવાલ થઇ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી લઇને મોટેરા સ્ટેડિયમની વચ્ચે તેમના સ્વાગતમાં કેટલા લોકો રહેશે તેને લઇને જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક લાખથી લઇને ૭૦ લાખ લોકો સુધી પહોંચી શકે છે. હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમના સ્વાગતમાં ૭૦ લાખથી લઇને એક કરોડ સુધી લોકો તેમના સ્વાગતમાં પહોંચી શકે છે.
ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હવાલાને ટાંકીને આ મુજબની વાત કરી છે. જા કે સરકાર તરફથી આ સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવ નથી. ટ્મ્પના દાવાને ખોટો એટલા માટે કહી શકાય છે કે અમદાવાદની કુલ વસ્તી ૭૦ લાખની રહેલી છે. પ્રમુખ ચૂંટણી માટે અમેરિકાના કોલરાડોમાં આયોજિત એક રેલીને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે આગામી સપ્તાહમાં તેઓ ભારત જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ખુબ પસંદ છે. તેઓ તેમની સાથે ટ્રેડ ડીલને લઇને પણ વાત કરનાર છે. મોટેરા સ્ટેડિયમ જતી વેળા ૧૦ મિલિયન લોકો એટલે કે એક કરોડ લોકો તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહેનાર છે.
જા ટ્રમ્પ બોલવામાં કોઇ ભુલ કરી રહ્યા નથી તો તેમના સ્વાગત માટે તમામ લોકોને પહોંચી જવુ પડશે. ટ્રમ્પના દાવાને પૂર્ણ કરવા માટે બહારના જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકોને પહોંચવાનુ રહેશે. ટ્રમ્પ આ મહિનાની ૨૪મી તારીખે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરનાર છે. જેમાં એક લાખથી લઇને બે લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. મોદી અને ટ્રમ્પ ૨૨ કિલોમીટર રૂટ પર રોડ શો કરનાર છે. ટ્રમ્પના કાર્યક્રમને લઇને જારદાર તૈયારી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ શો વધારે ભવ્ય બનનાર છે. ટ્રમ્પની યાત્રાને લઇને તમામ તૈયારીઓ જારી છે.
અમદાવાદ નગરનિગમના કમિશનર વિજય નહેરાએ કહ્યું છે કે, રોડ શો દરમિયાન સ્વાગતમાં એકથી બે લાખ લોકો સામેલ થશે. અધિકારીઓનું માનવું છે કે, વિમાની મથકથી સ્ટેડિયમ વચ્ચે ૨૨ કિલોમીટરના માર્ગ પર એકથી બે લાખ લોકો લાઈનમાં ઉભા રહે તેવી શક્યતા છે. ટ્રમ્પ દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો છે તેના કરતા આ સંખ્યા ઓછી છે.