અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે
અમદાવાદ, આઇપીએલમાં બે વર્ષ બાદ એટલે કે ૨૦૨૧ સુધી ૮ની જગ્યાએ ૧૦ ટીમ રમતી નજર આવી શકે છે. બે નવી ટીમો સામેલ કરવા માટે બીસીસીઆઇમાં હાલ ભારે ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ, પુણે અને રાંચી અથવા જમશેદપુરમાંથી બે ટીમ ૨૦૨૧ આઇપીએલમાં નજર આવી શકે છે.
અમદાવાદ માટે અદાણી ગ્રૂપે, પુણે માટે આરપીજી-રાજીવ ગોયનકા ગ્રૂપ અને રાંચી અથવા જમશેદપુરમાંથી કોઇ એક શહેર માટે ટાટા ગ્રૂપ રેસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ ૮ વર્ષ પહેલા ૨૦૧૧માં ટીમોની સંખ્યા ૧૦ કરી હતી, પરંતુ અનેક વિવાદ બાદ ત્રણ વર્ષ બાદ બે નવી ટીમને હટાવી દેવામાં આવી હતી.
રિપોર્ટ પ્રમાણે બે નવી ટીમને સામેલ કરવા માટે બ્લ્યૂપ્રિન્ટ બનાવવામાં આવી રહ્યો છે. યોજના તૈયાર થઇ ચૂકી છે. હવે ટેન્ડર પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વાતચીત માટે લંડનમાં વર્તમાન ટીમના માલિક અને અધિકારી મળ્યા હતા. તેમાં માનવામાં આવ્યું કે બે નવી ટીમ આવવાથી આઇપીએલને ફાયદો થશે. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ પણ આ અંગે પુષ્ટી કરી છે પરંતુ તેઓએ મિટિંગ અંગે વધુ માહિતી આપી નથી.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે છે. હવે તેમાં એક લાખ દર્શક બેસી સકે છે અને આ દુનિયાનું
સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. એવામાં આઇપીએલ માટે આ શહેરની દાવેદારી મજબૂત છે. અદાણી ગ્રૂપે ૨૦૧૦માં પણ અમદાવાદની ફ્રેન્ચાઇસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો.