અમદાવાદમાં મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની હત્યા
અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં એક રીક્ષા ડ્રાઇવર પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પાંચ શખ્સોએ રીક્ષા ડ્રાઇવર પર મોબાઇલ ચોરીનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે રાત્રે ત્રણ વાગે આ ખુની ખેલ ખેલાયો છે.
આ ઘટનાની વાત કરીએ તો મૃતક મોહમદ અસ્ફાક ઇમ્તિયાજ શેખ વટવામાં આવેલી સૈયદ વાડીમાં રહે છે અને રીક્ષા ચલાવે છે.મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની જાહેરમાં હત્યા કરીઆ ઘટનામાં યુવકનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયોરાત્રે અસ્ફાક પોતાના ભાઈ અને મિત્રો સાથે મોડી રાત્રે ઘર નજીક બેઠા હતા,
ત્યારે ત્રણ વાગ્યાની આસપાસ પાંચ શખ્સો મળવા માટે આવ્યા હતા અને ચોરીના મોબાઈલની વાત કરીને ઉપરાછાપરી તેના પર છરીઓ વડે હુમલો કરી અને ફરાર થઈ ગયા હતા. અસ્ફાકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં તેનો ભાઈ પણ ઈજાગ્રસ્ત થયો હતો.
મોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની જાહેરમાં હત્યા કરીમોબાઈલ ચોરીની શંકા રાખીને યુવકની જાહેરમાં હત્યા કરી પોલીસે બે સગીરની કરી અટકાયતઅસ્ફાક ૨૫ વર્ષની ઉમરનો યુવક છે અને તેના ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેનો મોબાઇલ ચોરાયો હતો
તે યુવકને મૃતકના ચાર મિત્રોને લઇને આવ્યા હતા અને અચાનક જ તેના ઉપર તમામ લોકો તુટી પડ્યા હતા. એટલું જ નહીં અસફાક સહિતના તમામ લોકો નશો કરવાની આદત ધરાવે છે. જેના કારણે તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. મોબાઇલ ચોરી સહિતની કિંમતી સરસામાનની ચોરી કરતા હતા. ચોરીનો ભાગ પાડવા બાબતે અસફ્કને તેના સાગરીતો સાથે બોલાચાલી થઇ હતી અને ભાગ પાડવા માટે થયેલી તકરારથી મોડીરાત્રે મામલો બીચક્યો હતો. પાંચ શખ્સોએ ભેગા થઇને અસ્ફાકને રહેસી નાખ્યો હતો.