Western Times News

Gujarati News

અમદાવાદમાં રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે

પ્રતિકાત્મક

ચોમાસામાં સ્ટ્રીટ લાઈટની સમસ્યા બમણી થઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો પાણીના અપુરતા પ્રેશર, પ્રદુષિત પાણી, ડીસ્કો રોડ, અંધારપટ જેવી સમસ્યાઓથી જેટલા પીડાઈ રહયા છે તેના કરતા પણ વધુ ત્રાસ રખડતા ઢોરનો ભોગવી રહયા છે. શહેરની સડકો પર રખડતા ઢોર અને કુતરા સહીતના ઢોર મામલે તંત્ર નિષ્ક્રિય સાબિત થયુ છે

જેનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહયા છે. મ્યુનિ. શાસક પક્ષની વારંવાર રજુઆત બાદ સી.એન.સી.ડી. વિભાગના કર્મચારીઓ સપ્ટેમ્બર મહીનામાં થોડા ઘણા દોડતા થયા છે.

અમદાવાદ મનપા દ્વારા રખડતા કુતરાઓની સમસ્યા ઓછી કરવા માટે રસીકરણ કરવામાં આવી રહયા છે પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા નકકી કરવામાં આવેલી સંખ્યા મુજબ ખસીકરણ કામગીરી થતી નથી

જેના કારણે રખડતા કુતરાઓની સંખ્યા વધી રહી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહીનામાં ૧૮૪૮ કુતરાઓના રસીકરણ કરવામાં આવ્યા છે. જયારે એપ્રિલ થી ર૯ સપ્ટેમ્બર સુધી ૦૬ મહીનામાં ૧૦૬ર૯ કુતરાઓના રસીકરણ કરવામાં આવ્યા છે.

જયારે ચાલુ મહીનામાં ૧૦૭૩ રખડતા ઢોર પકડીને ડબા પુરવામાં આવ્યા છે. જે પૈકી ૧૪ર ઢોરને માલિકો છોડાવી ગયા છે જયારે પ૭૭ ઢોરને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા છે. સપ્ટે. મહીનામાં ૬૪૬ ઢોરના રજીસ્ટ્રેશન થયા છે રખડતા ઢોર માટે ર૯ દિવસમાં રપ૪ અને રખડતા કુતરા માટે ર૬ર ફરીયાદ મળી છે.

સપ્ટેમ્બર મહીનામાં રખડતા ઢોર મામલે ર૦ર નોટિસ આપવામાં આવી છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ૦૬ મહીનામાં ૪૬૯૩ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે જેની સામે માત્ર પરર ઢોર જ તેમના માલિકો દ્વારા છોડાવવામાં આવ્યા છે જયારે ત્રણ હજાર ઢોરને પાંજરાપોળ મોકલી આપ્યા છે.

સ્માર્ટ સીટી “અંધારપટ”ની સમસ્યા વધી છે. સામાન્ય દિવસોમાં દસ ટકા સ્ટ્રીટલાઈટ બંધ રહે છે જયારે ચોમાસાના દિવસોમાં ૮૦ ટકા લાઈટો ચાલુ રહે છે જયારે ર૦ ટકા બંધ રહે છે. સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કંપની તેમજ લાઈટ ખાતાના અધિકારીઓને વાયરમેનની ફરીયાદો પર ધ્યાન આપવા સુચના આપવામાં આવી છે.

શહેરમાં લાઈસન્સ વિના માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ કરનાર સામે એસ્ટેટ અને હેલ્થ વિભાગ દ્વારા સંપુર્ણ કામગીરી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.