અમદાવાદમાં રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના દ્વાર ખુલ્યાં
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલાં લોકડાઉન દરમિયાન રાજ્યના મંદિરો-દેવસ્થાન સાવચેતીના પગલે બંધ કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલાં અનલોકમાં રાજ્યના મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ જગન્નાથ મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે. જો કે મંદિરમાં દર્શન માટે આવી રહેલા લોકોએ કેટલાંક નિયમોનું પાલન કરવું પડશે.
અમદાવાદમાં રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં છે. દર્શનાર્થીઓ માટે પ્રવેશ દ્વાર બહાર ગાઇડલાઇનના પોસ્ટર લગાવામાં આવ્યાં છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ માટે મંદિર બહાર સર્કલ કરવામાં આવ્યા છે.મંદિર ખુલતા જા ભકતોમાં આનંદ છવાઇ ગયો હતો. ભકતોનું કહેવુ છે કે રથયાત્રા નજીક છે ત્યારે મંદિરના દરવાજા ખુલ્યા છે આથી અમારે માટે સોનામાં સુંગધ ભળી છે.
જગન્નાથ મંદિરમાં પ્રવેશતા દર્શનાર્થીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ સાથે જ મંદિરમાં પ્રવેશ માટે સેનેટાઇઝ ટનલ લગાવવામાં આવી છે. તેમજ થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે