અમદાવાદમાં રાત્રે ગાઇડલાઇનનો ભંગ થતાં હોટલો અને રેસ્ટોરન્ટો બંધ કરાવાઇ
કોરોના કેસ વધતા હોટેલ- રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવા આદેશ -મ્યુનિ. કમિશ્નરે સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાય તો સીલીંગ સુધીની સુચના આપી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કેસો ફરી એકવાર વધ્યા છે અને અમદાવાદમાં પણ કેસો વધ્યા છે જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતાં રેસ્ટોરાં, ખાણી-પીણી બજાર, ફૂડ સ્ટ્રીટ, કેફે, હેપ્પી સ્ટ્રીટ સહિતના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગની ટીમો આજે રાતે આઠ વાગ્યા બજાર અને રેસ્ટોરાં બંધ કરાવ્યા હતા.
રાતે આઠ વાગ્યા પછી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગની ટીમો અંકુર, નારણપુરા, પાલડી, થલતેજ, મણીનગર, નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ જાેધપુર,પાલડી સહિતના વિસ્તારમાં ચેકિંગ માટે નીકળી હતી. જ્યાં એકપણ જગ્યાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. ચૂંટણીના દિવસોમાં કોરોનાના કન્ફર્મ થયેલા કેસ કરતા દૈનિક કેસમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે જેના કારણે મ્યુનિ. કમિશ્નરે હોટેલ-રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી છે જયારે મનપા દ્વારા પુરજાેશમાં વેકસિન આપવાની કામગીરી ચાલી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.
શહેરમાં ચૂંટણી સમયે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક સહીતના નિયમોનું પાલન ન થવાના કારણે વધુ એક વખત “કોરોના લહેર” શરૂ થઈ છે. શહેરમાં સાત માર્ચે ૧ર૭ નવા કેસ નોંધાયા હતા જે ચાલુ મહીનામાં સૌથી વધુ છે જેની સામે ચૂંટણીના દિવસો દરમ્યાન કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો હતો ૧૯ ફેબ્રુઆરીએ કોરોનાના માત્ર ૪૬ નવા કેસ કન્ફર્મ થયા હતા
જયારે ચૂંટણીના દિવસ ર૧ ફેબ્રુઆરીએ ૬૬ અને પરીણામના દિવસ ર૩ ફેબ્રુઆરીએ ૬૯ કેસ જાહેર થયા હતા આમ ૧૯ ફેબ્રુઆરીના સરખામણીએ દૈનિક કેસની સંખ્યામાં અઢી થી ત્રણ ગણો વધારો થયો છે જેના કારણે ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેલા અધિકારીઓ સફાળા જાગ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ. કમિશ્નરે કોરોનાના વધી રહેલા કેસ મામલે ડે. મ્યુનિ. કમિશ્નર કક્ષાના અધિકારીઓ સાથે ખાસ વીડીયો કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ જેમાં હોટેલ- રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થતુ ન હોય તેની સામે તાકીદે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગને સુચના આપી છે
તેમજ જરૂરીયાત જણાય તો તાકીદે સીલ કરવાની કાર્યવાહી માટે પણ જણાવ્યુ હતું શહેરના જે આઠ વોર્ડમાં કોરોના કેસ વધી રહયા છે તે વોર્ડમાં જ આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. શહેરના ગોતા, થલતેજ, બોડકદેવ, મણીનગર, નવરંગપુરા, વાસણા, જાેધપુર વોર્ડમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તંત્ર જાગૃત થયુ છે.
મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે હોટેલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરવા માટે આદેશ થઈ શકે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે વેકસીન આપવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આઠ માર્ચે એક જ દિવસમાં ૧૮ હજાર નાગરીકોને કોરોના રસી આપવામાં આવી હતી.
જેમાં ૧પપ૪ ફ્રન્ટલાઈન વર્કર, ર૪૪૧ હેલ્થ કેર વર્કર, ૪પ વર્ષથી વધુ વયની વ્યક્તિ જે કો- મોર્બીડ હોય તેવા ૧રર૪ નાગરીકો તેમજ ૧ર૮૦૯ સીનીયર સીટીઝન્સ મળી કુલ ૧૮૦૪૮ નાગરીકોને રસી આપવામાં આવી હતી જેમાં ૯૭૪૧ પુરુષ અને ૮૩૦૭ સ્ત્રીનો સમાવેશ થાય છે. કોરોનાના નવા કેસ બહાર આવતા તંત્ર દ્વારા તપોવન એપાર્ટમેન્ટ મણીનગર, રાજપથ બંગલો ઘોડાસર, ઘનશ્યામનગર ઘોડાસર, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ થલતેજ સહીત નવ સ્થળને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે.