અમદાવાદમાં ૬૦૦ લોકોએ જાન્યુઆરીમાં હેલિકોપ્ટરની જોય રાઈડનો આનંદ ઉઠાવ્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઈડે એક મહિનો પૂર્ણ કર્યો
અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઇડ્સ પ્રદાન કરવા માટે એરોટ્રાન્સ સર્વિસિસ સાથે કરાર કરાયેલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને અવિરત જોય રાઇડ સર્વિસ ઓપરેશનનો એક મહિના પૂર્ણ થયો છે.
એરોટ્રાન્સે પહેલી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડ્સ શરૂ કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મહિનાની ૧૦૦ ટકા કેપેસિટી સાથે ૬૦૦ લોકોએ જાન્યુઆરી મહિનામાં જોય રાઈડનો આનંદ ઉઠાવ્યો છે.
દરેક રાઈડ રિવર ફ્રન્ટ, પતંગ રેસ્ટોરાં, સાબરમતી આશ્રમ, સાબરમતી જેલ, ટોરેન્ટ પાવર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપરાંત અન્ય લેન્ડમાર્ક્સનો એરિયલ વ્યૂ આવરી લે છે.
એરોટ્રાન્સ પાસે બે બેલ ૪૦૭ મોડલના હેલિકોપ્ટર્સ છે જેમાંથી એક રાઈડ્સ માટે ઉપયોગમાં લેવાય છે જ્યારે બીજું સ્ટેન્ડબાય રાખવામાં આવેલા હેલિકોપ્ટર દ્વારા હેલિકોપ્ટર ચાર્ટર્સ ઓફર કરવામાં આવે છે.
તમામ હેલિકોપ્ટર રાઈડ બુકિંગ એરોટ્રાન્સની વેબસાઈટ દ્વારા ઓનલાઈન કરવામાં આવે છે. તમામ પેસેન્જર્સના આરોગ્ય તથા સુરક્ષા માટે બધા જ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. આ રાઈડ્સ અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરના સુપરવિઝન હેઠળ પૂરી પાડવામાં આવે છે.
એરોટ્રાન્સ આગામી મહિનામાં મહિને ૬૦૦ વ્યક્તિઓ સુધી અવિરત રાઈડ્સ પૂરી પાડવાની ખાતરી આપે છે. સાયન્સ સિટીથી જોય રાઈડ્સ શરૂ કરવા અંગે ચર્ચાવિચારણા ચાલી રહી છે જે માર્ચ, ૨૦૨૨થી શરૂ થઈ શકે છે.