અમદાવાદમાં રીક્ષા ચાલકોની લૂંટથી મુસાફરો ભારે પરેશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/auto.jpg)
Files Photo
અમદાવાદ: ભારતમાં કોરોનાનો હાહાકાર ઓછો થવાનો નામ નથી લઈ રહ્યો ત્યારે છેલ્લા ઘણા સમયથી ભારતમાં કોરોનાના કેસો ૩ લાખથી ઉપર આવી રહ્યા છે. કોરોનાના કેસ વધતા ઘણા રાજ્યોમાં લોકડાઉન તો ક્યાંક કફ્ર્યુ લાદી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સરકારે જીવનજરૂરિયાત સિવાયની દુકાનોને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે બંધ ચાલી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા પણ એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ત્યારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં રીક્ષા ચાલકોએ ભારે લૂંટ મચાવી છે. રીક્ષા ચાલકો એએમટીએસ અને બીઆરટીએસ બંધ હોવાથી પોતાની મન મરજીથી ભાડુ મુસાફરો પાસેથી લઈ રહ્યા છે. ત્યારે મુસાફરોને પણ બીજાે કોઈ વિકલ્પ ન હોવાના કારણે રીક્ષા ચાલક જે માંગે તે ભાડું આપવું પડે છે. ત્યારે હવે આમ જનતા પણ રીક્ષા ચાલકોથી ત્રસ્ત થઈ ગઈ છે. જે જગ્યાએ પહોંચવામાં સામાન્ય ભાડુ થતું હોય ત્યા સીધા ૫૦ રૂપિયા રીક્ષા ચાલકો લઈ રહ્યા છે એટલે કે ચાર ગણુ ભાડુ લઈ રહ્યા છે. હવે આમ જનતાનો સરકાર સામે સવાલ છે કે આટલી બધી લૂંટ ક્યારે બંધ થશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કફ્ર્યુના સમયે સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ઉભી નહી થાય. હવે જાેવાનું એ રહ્યું કે સરકાર ક્યારે પગલા લેશે. એક મુસાફરે જણાવ્યું હતું કે, દરરોજ હું વાસણાથી મેમનગર ઓફિસ જવા માટે રીક્ષા ઉપયોગ કરુ છું. ત્યારે પહેલા રીક્ષા ચાલક ૧૫ રૂપિયા લેતા હતા અને અત્યારે સીધા ૫૦ રૂપિયા લઈ રહ્યા છે. મુસાફર પાસે આના સિવાય બીજાે કોઈ વિકલ્પ ન હોવાથી આપવા પડે છે. મુસાફરે સરકારને આના સામે પગલા લેવા વિનંતી કરી હતી. તો વાળંદ પણ કફ્ર્યુનો ફાયદો ઉઠાવીને ભારે લૂંટ મચાવી રહ્યા છે. વાળંદ સલૂનનો શટર બંધ કરીને અંદર કામ કરી રહ્યા છે. જે વાળ કાપવાના ૫૦ રૂપિયા હોય છે તેના અત્યારે ૧૦૦ રૂપિયા લઈ રહ્યા છે અને જે દાઢીના પહેલા ૩૦ હતા એના અત્યારે સીધા ૮૦ રૂપિયા લઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
પોલીસ પણ આ બધુ ખુલ્લુ રાખવા માટે યોગ્ય પગલા ન લેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જ્યાં કામ વગર ફરતા હોય ત્યાં પોલીસ કોઈ એક્શન લેતી નથી અને જ્યાં કોઈ રાત્રે ૮ વાગ્યા બાદ ઈમરજન્સી માટે ઘરની બહાર નીકળ્યો હોય તેની પકડીને પુછતાછ કરવામાં આવી રહી છે. પોલીસ સામાન્ય જનતાની મદદ માટે હોય છે ત્યાં પોલીસ આ રીતે જનતાને હેરાન પરેશાન કરશે તો સામાન્ય જનતા કોની પાસે મદદ માંગવા જશે તેને લઈને પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. હવે જાેવાનું એ રહ્યું છે કે આની સામે સરકાર શું પગલે લેશે.