અમદાવાદમાં રોડ રોમિયોએ મહિલાના પતિને માર માર્યો
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેડતી અને દુષ્કર્મના અનેક બનાવો સામે આવી રહ્યા હોવા છતાં પણ કેટલાક નરાધમો છે કે જે હજી સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે વધુ એક છેડતીનો બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જાેવા મળ્યો છે. કચરો ફેંકવા માટે આવેલી મહિલાની બે લોકોએ છેડતી કરી છે. ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, ગઇકાલે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તે અને તેના પતિ ઘરે હતા.
આ દરમિયાન કચરા માટેની ગાડી આવી અને મહિલા કચરો ફેંકવા માટે બહાર આવી હતી. ત્યારે અશરફ શેખ અને તેનો મિત્ર એક્ટિવા પર આવી ને મહિલાના ઘર નજીક એક્ટિવા પાર્ક કરીને બેસી ગયા. એટલું જ નહિ અશરફે તેના મિત્રને કહ્યું હતું કે, જાે આ કેવી લાગે છે. તેમ કહીને હોર્ન મારી ઈશારા કર્યા હતા. જેથી મહિલા તેના ઘરમાં જતી રહી હતી.
આ બાબતની જાણ તેના પતિને કરી હતી. મહિલાનો પતિ આ બાબતે અશરફને જાણ કરવા માટે જતા બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા. જે બાદ તેઓએ મહિલના પતિને ગડદા પાટુંનો માર માર્યો હતો. જાેકે, આસપાસમાં લોકો એકઠા થઈ જતા આ બંને મિત્રો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. અશરફ છેલ્લા એક મહિનાથી મહિલા જ્યારે પણ તેના ઘરની બહાર નીકળે ત્યારે એક્ટિવા લઈને પીછો કરતો અને હોર્ન મારતો હતો. હાલ માં પોલીસ એ સમગ્ર મામલેેેે ફરિયાદ દાખલ કરીનેે વધુુુ કાર્યવાહી હાથ ધરી છે.