અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો: આરોપીની ધરપકડ
અમદાવાદ, શહેરમાં ફરી એક વખત લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે અંગે તપાસ કરતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસે અપહરણ, બળાત્કાર, મારી નાખવાની ધમકી આપવી, પોક્સો તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર સુધારાની વિધેયક ૨૦૨૧ની કલમ ૪ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.
વસ્ત્રાપુર પોલીસની કસ્ટડીમાં આવેલ આરોપીનુ નામ રીયાઝ મેમણ છે. રિયાઝે ૧૮ વર્ષીય કોલેજીયન યુવતી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ યુવતીને રાજસ્થાનના જયપુર ખાતે આરોપી રિયાઝના મિત્ર અને સહ આરોપી જુબેરના ધરે લઈ જઈ મૌલાના અને મુસ્લિમ અગ્રણીની હાજરીમાં તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તે પહેલા યુવતીના નગ્ન ફોટા મેળવી તે વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો કેમેરામાં કેદ કરી બ્લેકમેઈલ કરતો હતો.
યુવતી અચાનક તેના ઘરેથી ગુમ થતા પોલીસે જાણવા જાેગ અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી થરાદના દુઘવા ગામેથી મળી આવી હતી. સાથે જ આરોપી રીયાઝ પણ ત્યાંથી જ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. જે અંગે પોલીસે યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે.
વર્ષ ૨૦૧૯થી તે કબીર ખાન નામના યુવકના સંપર્કમાં હતી. જાેકે લગ્ન બાદ જાણ થઈ કે તેનુ નામ રીયાઝ છે. સાથે જ યુવકે યુવતીના અલગ અલગ ડોક્યુમેન્ટ પર ડરાવી ધમકાવી સહીઓ કરાવી હોવાનો પણ ખુલાસો થયો છે.
સાથે જ જુબેરે પણ યુવતી સાથે શારીરિક છેડછાડ કરી તેને ધમકાવી હતી અને જરૂર પડે તેના માતાપિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી રીયાઝની ધરપકડ કર્યા બાદ તેણે કબુલાત કરી છે કે ૩ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. જાેકે તે વાત તેણે યુવતીથી છુપાવી હતી. સાથે જ આરોપી યુવતીને થરાદના દુધવા ખાતે ગોંધી રાખી પોલીસ પણ નહી શોધી શકે અને ત્યાં જ રહેવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.HS