અમદાવાદમાં લોકડાઉનનો ચુસ્ત અમલ ઃ કોટ વિસ્તાર પેરામિલિટરી, બાકીનુ શહેર પોલીસને હવાલે
સવારથી કેટલીક દુકાનો ખુલ્લી દેખાતાં પોલીસની કાર્યવાહી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનું ચુસ્ત અમલ શરૂ થતાં આજે વહેલી સવારથી જ શહેરની સડકો સુમસામ જાવા મળી હતી. કોરોનાને નાથવા માટે તંત્ર દ્વારા અઠવાડિયા માટે દવા અને દૂધ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત પેરા મિલિટરી ફોર્સની પણ કેટલીક વધુ કંપનીઓ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. ખાસી કરીને તેમને રેડઝોનમાં મુકવામ આવી છે. જેને કારણે કોટ વિસ્તારમાં પણ વધુ બીએસએફ અને સીઆઈએસએફની ટુકડઓ રસ્તાં ઉપર જાવા મળી રહી હતી. ઉપરાંત હાલ સુધી ફક્ત રોડ ઉપર કડકાઈ બતાવતી પોલીસ અજ સવારથી જ શહેરનાં દરેક વિસ્તારનાં અંદરનાં ભાગો સુધી ઘુસીને લોકડાઉનનું પાલન કરાવતી નજરે પડી હતી.
શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૬૬રપને વટાવી ગઈ છે. અને હાલ પણ આ આંકડો વધી રહ્યો છે. અમદાવાદમાં Âસ્થતિ વધુ વકરતાં રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારનાં ધ્યાને પણ આ વાત આવતાં શહેરમાં કોરોના વાયરસને નાથવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓએ આવતાંની સાથે જ ડે.મ્યુનિ. કમિશ્નરો, તથા આ.મ્યુનિ. કમિશ્નરોની સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતો. બાદમાં પોલીસતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મિિંટંગ કરી હતી. જેના પરિણામ સ્વરૂપ ૧પમી મે એટલે કે અઠવાડિયા સુધી શહેરને સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો સંપૂર્ણપણે અમલ કરાવતાં શહેરમાં ફરી એક વછખત સન્નાટો છવાયો છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કરીયાણા તથા અન્ય દુકાનો ઉપરાંત શાકભાજીની લારીઓ ચાલુ હોવાની ફરિયાદ મળતાં જ પોલીસે તુરંત પગલાં લઈ દુકાનો-લારીઓ બંધ કરાવી દીધી હતી. વધુમાં આ વેપારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર પોલીસે સવારથી જ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવતાં કેટલાંક વિસ્તારોમાં છેક અંદર સુધી ઘુસી જઈને કાર્યવાહી કરી હતી પોલીસને જાતાં જ ટોળે વળેલાં લોકો ભાગ્યા હતા. આ મહામારીમાં બે જવાબદાર રીતે વર્તન કરતાં કેટલાક નાગરિકોની અટક કરીને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત અગાઉ કરતાં વધુ પ્રમાણમાં ડ્રોન ઉડાવીને પણ પોલીસ તંત્ર દ્વારા પોતાના વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે.
અમદાવાદના સૌથી વધુ સંક્રમિત એવાં કોટ વિસ્તરની હાલત અત્યંત ખરાબ થતાં બીએસએફની ૪ કંપની અને એક કંપની આરપીએફ સહિતની વધારાની ફોર્સ પણ શહેરમાં તૈનાત કરવામાં આવી છે. પેરામિલિટરી ફોર્સની કંપનીઓ વધતાં કોટ વિસ્તારમાં કેટલાંક સ્થળે અગાઉ નજરે પડતા નાગરિકોની પણ અવરજવર બંધ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસ ફોર્સ અને પેરામિલિટરી ફોર્સ સંકન સાંધીને કાર્ય કરી રહી છે. સાત દિવસ સુધી જા અમદાવાદ શહેરની આ જ Âસ્થતિ રહી તો ચોક્કસથી પરિÂસ્થતિ સુધરશે ઉપરાંત આ નિર્ણય અગાઉ તંત્ર દ્વરા કરવા જાઈતાં હતા. એવી ચર્ચાઓ પણ શહેરમાં ગઈકાલથી શરૂ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદનાં કોવિડ-૧૯નાં દર્દીઓની સંખ્યા દેશના ર૪ રાજ્યો કરતાં પણ વધુ છે. અને મરણનો આંકડો પણ ચિંતાજનક દરે પહોંચતા તંત્રને દોડતા થવું પડ્યું છે.
(તમામ તસવીરો ઃ જયેશ મોદી, અમદાવાદ)