અમદાવાદમાં લોખંડી સુરક્ષા વચ્ચે ઈદ અને પરશુરામ જ્યંતિની ધામધૂમથી ઉજવણી
અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પોલીસ તેમજ સુરક્ષા કર્મીઓ મોડીરાતથી સ્ટેન્ડ બાય, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સતત પેટ્રોલીંગ કર્યુ
(એજન્સી) અમદાવાદ, ધાર્મિક તહેવાર આવે એટલે કોઈ અનિચ્છનીય બનાવ શહેરમાં બને નહીં એનું ધ્યાન પોલીસ રાખતી હોય છે. જે અંતર્ગત આજે રમઝાન ઈદ અને પરશુરામ જ્યંતિ બંન્ને તહેવારો સાથે હોવાથી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ લખાય છે ત્યાં સુધી શહેરમાં લોખંડી સુરક્ષા વચ્ચે ઈદ અને પરશુરામ જ્યંતિનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો.
મોડી રાતથી સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાંચ સહિત સુરક્ષા એજન્સીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે. રાતે ઈદનો ચાંદ દેખાયા બાદ લોકોએ આતશબાજી કરીને ઈદના તહેવારની ભારે ઉજવણી શરૂ કરી દીધી હતી.
તો બીજી બાજુ આજે પરશુરામ જ્યંતિ પણ હોવાના કારણે શહેરમાં તેની ઉજવણી પણ ધામધૂમથી થઈ રહી છે.
હિંદુ અને મુસ્લીમના પવિત્ર તહેવારોમાં કોઈ વિઘ્ન સંતોષીઓ ફાયદો ઉઠાવીને શહેરમાં શાંતિના માહોલ ડહોળવાની કોશિષ ન કરે એ માટે પોલીસ કમિશ્નરે એલર્ટ આપીને શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેીધો છે.
આજે ઠેર ઠેર લોકો ઈદની ઉજવણી કરશે જયારે પરશુરામ જ્યંતિ નિમિત્તેે શહેરમાં ચાર શોભાયાત્રા નીકળવાની છે. પરશુરામ જ્યંતિની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. ઈદ આવે એ પહેલાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી
અને સંવેદનશીલ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. રમઝાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ માટે પોલીસે મહોલ્લા કમિટી તેમજ સ્થાનિક આગેવાનો સાથે મીટીંગ કરી હતી અને કેટલીક અપીલ કરી હતી. તો બીજી બાજુ રમઝાન ઈદના તહવારમાં શહેરમાંથી જુલુસ કે સરઘરસ ન કાઢવાની પણ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અપીલ કરી હતી. ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાય તે માટે પોલીસે માઈક્રો લવલનુૃ પ્લાનિંગ કર્ય છે.
તો બીજી તરફ પરશુરામ જ્યંતિ નિમિત્તે શહેરમાં ચાર શોભાયાત્રા નીકળવાની છે. આ સાથે લોકોને અફવાઓથી દૂર રહેવા ખાસ સુચના આપવામાં આવી છેૃ. ત્યારે સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસની સોશ્યલ મીડીયા પર વૉચ છે. જાે સોશ્યલ મીડીયા પર કોઈ વાંધાજનક પોસ્ટ મુકશે કે
જેના કારણે શાંતિનો માહોલ ડહોળાય તો પોલીસ સીધો જ તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરશે. આ સાથે શોભાયાત્રામાં પોલીસ ડ્રોનનો ઉપયોગ પણ કરવાની છે. ડ્રોનથી સંવેદનશીલ વિસ્તારમાં તેમજ શોભાયાત્રા પર પોલીસની સતત વૉચ રહેશે.