અમદાવાદમાં લોહીની અછત: દર મહિને 4000 યુનિટની જગ્યાએ માત્ર 1200 યુનિટ લોહી મળે છે
અમદાવાદમાં બ્લડ કલેકશનમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે અને તેની સાથે વેકેશન પણ ચાલી રહ્યુ છે. આના કારણે અમદાવાદમાં બ્લડ કલેકશનમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. બ્લડ કલેકશનમાં આ રીતે નોંધપાત્ર ઘટાડો થતાં અમદાવાદમાં રીતસરની લોહીની અછત વર્તાઈ રહી છે.
અમદાવાદમાં બ્લડ યુનિટ ઝડપથી મળતું ન હોવાથી કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશિયલ મીડિયાના આશરે છે. બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડોક્ટરના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિને ૩,૫૦૦થી ૪,૦૦૦ યુનિટ બ્લડ મળતું હોય છે. તેની સામે ભારે ગરમીના લીધે હાલમાં માંડ ૧,૨૦૦થી ૧,૫૦૦ યુનિટ જ લોહી મળી રહ્યું છે. અન્ય બ્લડ બેન્કોમાં પણ ૬૦થી ૭૦ ટકા જેટલા બ્લડ યુનિટની ઘટ પડી છે.
આના પગલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેની બ્લડ બેન્કમાં એ પોઝિટિવ અને એબી પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ જ અછત હોવાથી સ્વૈÂચ્છક રક્તદાન કરવાની અપીલ કરતાં લખાણ જાહેરમાં લખવામાં આવ્યું છે. આ સંદર્ભમાં બ્લડ બેન્ક સાથે સંકળાયેલા ડો. હિમાની પટેલે જણાવ્યું હતું કે ગરમીના લીધે બ્લડ ડોનેશન કેમ્પ ઓછા પ્રમાણમાં યોજાઈ રહ્યા છે. એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિના જીવન બચી શકે છે. તેથી હાલના સંજોગોમાં બ્લડ ડોનેટ વધુને વધુ થાય તેટલું સારું છે.